SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ 'सामिय ! किं अज्ज कारणं जायं धणसयलजुवड़वग्गं | નેન તુમં વવસમો મોડું હે સ્વામિન્ ! આજે એવું શું કારણ બન્યું છે કે જેના યોગે આપ આ રીતે ધન અને સકળ યુવતિ વર્ગને મૂકવા માટે પ્રયત્નશીલ બન્યા છો ?' ખરેખર જ, અજ્ઞાન અને સંસારરસિક આત્માઓની માન્યતા એવી જ હોય છે કે- “કંઈને કંઈ હદયદુ:ખ, વિગ્રહ કે અણબનાવ થયા વિના આ સંસારનો ત્યાગ કરવાને કોઈ તૈયાર થઈ શકે જ નહિ ! અને એમની અજ્ઞાનતા અને સંસારરસિકતાને પ્રતાપે એમને એમ લાગે એમાં નવાઈ પણ નથી. અજ્ઞાન અને સંસારરસિક આત્માઓને મન ત્યાગ અને વૈરાગ્યની વાતો કિંમત વગરની લાગે છે. એટલે એવા આત્માઓને એમ જ લાગે ! સંસારની અશરણતા અને ધર્મની અનુપમતા પણ મંત્રીવરોના પ્રશ્નનો પ્રત્યુત્તર વાળતાં સંવેગરંગમાં ઝીલતા અને વૈરાગ્યના વેગમાં તણાતાં તરવરેન્દ્ર શ્રી દશરથમહારાજાએ દીક્ષા લેવાનું કારણ દર્શાવતાં ઘણા જ સુંદર અને સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું કે, तो भणडु नरवरिन्दो, पच्चक्खं वो जयं निरवसेसं । सुवर्क व तणमसारं, उज्डाड़ मरणलिंगणा निययं ॥१॥ भवियाण जं सुगिन्झं, अगिज्रं अभावियाण जीवाणं । તિવશાળ પત્થળvi, શિવમળસુહવિહં ઘર સારા तं अज्ज मुणिसयासे, धम्म सुणिउण जायसंवेगो। संसारभवसमुढ्ढ इच्छामि अहं समुत्तरिठं ॥३॥ (૫ઉમચરિયમ્ સંધિ ૩૧) હે મંત્રીવરો ! તમને પણ પ્રત્યક્ષ છે કે, આ આખોયે અસાર જગત્ સુકા ઘાસની જેમ નિશ્ચિતપણે મરણરૂપ અગ્નિ દ્વારા બળી જાય છે. અર્થાત્ સારું એ જગત્ મરણરૂપ અગ્નિથી સુકા ઘાસની નિયતપણે બળી રહ્યાં છે. આ વસ્તુ હું જાણું છું અને તમે નથી જાણતા એમ નથી. પણ મને અને તમને અર્થાત્ સૌને એ વસ્તુ પ્રત્યક્ષ છે. વળી મોક્ષગમનરૂપ જે સુખ તેને સારી રીતે આદર્શ પરિવારને આદર્શ વહત....૧૧
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy