SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યો. ભૂરિનંદન નામના ભૂપતિનો તે હાથી રણમાં માર્યો ગયો. રણમાં છે મરી ગયેલો તે હાથી મરીને તે જ ભૂરિનંદન રાજાની ગંધારા નામની પત્નીની કુક્ષિથી અરિસૂદન નામનો પુત્ર થયો. ત્યાં તેને જાતિસ્મરણ હૈ જ્ઞાન ઉત્પન્ન થવાથી તેણે દીક્ષા અંગીકાર કરી અને ધક્ષાનું પાલન કરી કાળધર્મ પામીને તે હું સહસ્ત્રાર કલ્પમાં દેવ થયો છું. આ રીતે તું મને જાણ. તે ભૂરિનંદન રાજા મરીને વનમાં અજગર થયો અને અજગરપણામાં દાવાનલથી દગ્ધ બની ગયેલો તે મરીને બીજી નરકમાં ગયો. પૂર્વના સ્નેહના યોગે નરકમાં પણ જઈને મેં તેને પ્રતિબોધ પમાડ્યો. ત્યાંથી નીકળીને તું અહીં રત્નમાલી નામના રાજા તરીકે થયો છે, માટે હું તને કહું છું કે તે વખતે જેમ માંસના પચ્ચકખાણનો ભંગ કર્યો હતો તેમ હાલ ભવિષ્યમાં જેના યોગે અનંત દુઃખો પ્રાપ્ત થાય એવા આ પુરદાહને તું ન કર.” પોતાના પૂર્વભવનો જે પુરોહિત, તેના મુખથી પોતાના પૂર્વભવોને અને પૂર્વની કારવાઈને કહેનારા આ વચનને સાંભળીને, રત્નમાલી યુદ્ધથી નિવૃત્ત થયો અને કુલવંદન નામના સૂર્યજયના એટલે તારા પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. પોતાના પુત્રના પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને રત્નમાલી રાજાએ પોતાના સૂર્યજય નામના પુત્રની સાથે જ એટલે કે તારી જ સાથે તે જ સમયે તિલકસુંદર નામના આચાર્ય મહારાજાની પાસે દીક્ષા અંગીકાર કરી. રત્નમાલી અને સૂર્યજય એ બંનેય મુનિપણામાં જ કાળધર્મ પામીને મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં ઉત્તમ અમર તરીકે થયા. હે રાજન્ ! તે દેવલોકમાંથી ચ્યવીને જે સૂર્યજયનો આત્મા તે તું દશરથ થયો. રત્નમાલી ચ્યવીને આ શ્રી જનક થયો. ઉપમન્યુ. નામનો જે પુરોહિત તે સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાંથી ચ્યવીને જનકનો નાનો ભાઈ કનક થયો. અને નંદિવર્ધન તરીકેના જન્મમાં જે તારા પિતા નંદિઘોષ કે જે તને ગાદી ઉપર બેસાડી મુનિ થઈને રૈવેયક નામના દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા હતા, તે હું રૈવેયકમાંથી ચ્યવીને અહીં સત્યભૂતિ તરીકે થયો.' સુખ દુઃખની ઘટમાળ અને વિરક્ત શ્રી દશરથ....૧૦
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy