SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ-૨ સતત રામ-લક્રમણને નામના દ્વીપમાં આવેલા ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલીયા તરીકે ઉત્પન્ન થયો. ત્યાંથી મરીને તું દેવલોકમાં ગયો. દેવલોકમાંથી પણ ચ્યવીને તું પુષ્કલાવતી નામના વિજયમાં આવેલી પુષ્કલા નામની પુરીમાં નંદીઘોષ નામના નરપતિ અને પૃથ્વીદેવી નામની રાણીના પુત્ર તરીકે નંદવર્ધન નામે ઉત્પન્ન થયો. એ નંદીઘોષ રાજા નંદીવર્ધન નામના પુત્ર એવા તને રાજ્ય ઉપર સ્થાપન કરી યશોધર નામના મુનિવર પાસે દીક્ષાગ્રહણ કરીને ગ્રેવેયેકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાં નંદિવર્ધન તરીકે ઓળખાતો તું શ્રાવકપણું પાળીને બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકમાં દેવ તરીકે થયો. ત્યાંથી પણ ચ્યવીને તું પશ્ચિમ વિદેહમાં આવેલા વૈતાઢય નામના પર્વત ઉપર આવેલી ઉત્તર અને દક્ષિણ નામની બે શ્રેણીઓ પૈકીની જે ઉત્તરશ્રેણી તેમાં ભૂષણરૂપ શશિપુર નામના નગરમાં રત્નમાલી ખેચરપતિની વિશુલ્લતા નામની ધર્મપત્નીથી મહાપરાક્રમી એવા સૂર્યજય નામના પુત્ર તરીકે તું ઉત્પન્ન થયો. એક વાર એ ભવના તારા પિતા તે રત્નમાલી નામના ખેચરપતિ અહંકારી એવા શ્રી વજનયન નામના વિદ્યાધરેશ્વરને જીતવા માટે સિહપુર નામના નગરમાં ગયા. ત્યાં જઈને તે ખેચરપતિએ હઠથી બાલ અને વૃદ્ધોથી તથા સ્ત્રીઓના સમુદાયથી ભરેલા અને પશુઓ તથા ઉપવનોથી શોભતા એવા તે આખાએ સિંહપુર નામના ગામને સળગાવી દેવાનો આરંભ કર્યો. તે અવસરે ઉપમન્યુ નામના પૂર્વ જન્મના પુરોહિતનો જીવ જે દેવ હતો તે સહસ્ત્રાર નામના દેવલોકમાંથી આવીને એ પ્રમાણે કહેવા લાગ્યો કે “હે મહાનુભાવ ! તું આવા પ્રકારના ઉત્કટ પાપને ન કર. ધિ પૂર્વજન્મમાં તું ભૂરિનંદન નામનો રાજા હતો. તે અવસ્થામાં તે જ છે વિવેકના યોગે માંસ નહિ ખાવાની પ્રતિજ્ઞા કરી હતી. પરંતુ ઉપમન્યુ નામના પુરોહિતના કહેવાથી તેં પ્રતિજ્ઞાનો ભંગ કર્યો હતો. કોઈ એક દિવસે સ્કંદ નામના કોઈ પુરુષે તે પુરોહિતને મારી નાંખ્યો. મરીને તે પુરોહિતનો જીવ હાથી થયો અને તે હાથી ભૂરિબંદર રાજાએ ગ્રહણ IIIIII
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy