SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે બેસી રહેવાય જ નહિ. એ જ કારણે સૂરિવરની પધરામણી છે થવાની જાણ થતાંની સાથે જ શ્રી દશરથમહારાજા પણ પોતાના હક પુત્ર આદિના પરિવાર સાથે, જે સ્થાને સૂરિવર પધાર્યા હતા તે થે સ્થાને પહોંચ્યા. ત્યાં જઈને તે સૂરિવરને શ્રી દશરથ ! મહારાજાએ પોતાના પરિવાર સાથે વંદન કર્યું અને દેશના સાંભળવાની ઈચ્છાવાળા શ્રી દશરથ મહારાજા પોતાના પરિવારની સાથે તે સૂરિવારની સેવામાં ત્યાં જ બેઠા. એ જ અરસામાં અનેક વિદ્યાધરેન્દ્રોના પરિવારથી પરિવરેલા ચંદ્રગતિ નામના રાજા, સીતાની અભિલાષાથી સંતપ્ત હૃદયવાળા પોતાના શ્રી ભામંડલ નામના પુત્રની સાથે વૈતાઢ્યગિરિ ઉપરથી રથાવર્ત નામના પર્વત ઉપર શ્રી અરિહંત પરમાત્માઓને વંદન કરવા માટે ગયા હતા ને ત્યાં રહેલા શ્રી અરિહંત પરમાત્માઓને વંદન કરીને પાછા ફર્યા થકા તેઓ આવ્યા અને આકાશમાં રહેલાં તેમણે ત્યાં સમોસરેલા તે સૂરિવરને જોયાં. સૂરિવરને જોવાથી તે પણ પોતાના પરિવારની સાથે ત્યાં ઉતર્યા અને સૂરિવરને વંદન કર્યું. વંદન કર્યા પછી ધર્મને સાંભળવાની ઈચ્છાવાળા તેઓ પણ પરિવારની સાથે ત્યાં બેઠા. ચાર જ્ઞાનના ધણી સત્યભૂતિ નામના સત્યવાદી સૂરિવરે શ્રી ભામંડલના હૃદયમાં શ્રીમતી સીતાના અભિલાષથી ઉત્પન્ન થયેલા તાપને જાગ્યો એ તાપને જાણીને તે સૂરિવરે દેશના કર્યા બાદ ઇન્દ્ર તિ-પુષ્પવત્યો, સમર્મઠન-સતવઃ ? समाचख्यो पूर्वभवाँ - स्तेषां पापनिवृत्तये ॥ सीता-भामंडलयोश्च, भवेऽस्मिन् युग्मजातताम् । भामंडलापहारं च, यथावदवढन्मुनिः ॥ તે સઘળાંઓને પાપથી નિવૃત્ત બનાવવા માટે શ્રી ભામંડલ અને શ્રીમતી સીતા સાથે ચંદ્રગતિ અને પુષ્પવતીના પૂર્વભવો કહા. અર્થાત્ શ્રી સુખ દુઃખદ ઘટમાળ છે અને વરઠત શ્રી દશરથ...૧૦
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy