SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સિત... ભાગ-૨ રિામ-લક્ષ્મણને સમય પસાર થયો. તે બાદ કોઈ એક દિવસે તે નગરીમાં મુનિસંઘથી પરિવરેલા એક સૂરિવર સમવસર્યા. તે સૂરિવરનું નામ સત્યભૂતિ હતું. તે સૂરિવર મહામુનિ હોઈ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન આ ચાર જ્ઞાનને ધરનારાં હતાં. પુણ્યશાળી આત્માઓને પુણ્યના પ્રતાપે સુયોગ મળતાં પણ વાર લાગતી નથી. વૈરાગ્યભાવને ઉત્તેજનાર અને સફળ કરનાર સદ્ગુરુનો યોગ શ્રી દશરથ મહારાજાને અલ્પ સમયમાં જ થયો અને ખરેખર પુણ્યનો પ્રતાપ છે. પુણ્યના પ્રતાપ વિના આવા પ્રકારનો ઈષ્ટયોગ નથી જ પ્રાપ્ત થઈ શકતો. પુણ્યશાળી આત્માઓને જ આવા યોગો સહજમાં પ્રાપ્ત થઈ શકે છે. આવા સુંદર સુયોગોની પ્રાપ્તિ થવા છતાં પણ તેનો લાભ લેનારા આત્માઓ ઘણા જ અલ્પ હોય છે. સુંદર સુયોગો મળવા છતાંપણ પ્રમાદી આત્માઓ તેનો લાભ નથી જ લઈ શકતાં. પ્રાપ્ત થયેલી ઉત્તમ સામગ્રીઓનો લાભ લેવા માંગનારાઓએ અવશ્ય પ્રમાદનો પરિત્યાગ કરવો જોઈએ. સૂરિવરની પધરામણી થવા છતાં પણ જો શ્રીદશરથ મહારાજા પ્રમાદી બની રહે, તે સૂરિવરની સેવામાં ઉપસ્થિત ન થાય તો તેમને પણ એ સુંદર સુયોગનો લાભ ન મળી શકે, પણ પ્રભુશાસનને પામેલા શ્રી દશરથ મહારાજા પ્રથમથી જ તેવા પ્રમાદી ન હોય તો પછી વૈરાગ્યવાસિત થયા પછી તો તેવા પ્રમાદી બને જ શાના ? સામાન્ય રીતે જ ધર્મના અર્થી આત્માઓના એ મનોરથો હોય છે કે સદ્ગુરુનો યોગ ક્યારે થાય? ક્યારે ધર્મશ્રવણનો સુયોગ છે મળે ? અને ક્યારે ધર્મના આરાધક બનીએ ? સામાન્ય ધર્મના તો જ અર્થીઓની પણ જ્યારે આવા પ્રકારની મનોદશા હોય છે ત્યારે સમ્યગદર્શનને પામેલા વૈરાગ્યવાસિત થયેલા આત્માઓ સદ્ગુરુનો યોગ મળ્યા પછી કેમ જ બેઠા રહે ? એવા આત્માઓથી ઉત્તમ સામગ્રીઓનો સુયોગ થયા પછી કોઈપણ g
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy