SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સંત.... ભાગ-૨ ......રામ-લક્ષ્મણને ભામંડલ અને શ્રી સીતા તથા ચંદ્રગતિ અને પુષ્પવતી આ ચારેના પૂર્વભવો કહ્યા. એટલું જ નહિ પણ એ પરમોપકારી સૂરિવરે આ ભવમાં શ્રી સીતા અને શ્રી ભામંડલની યુગલપણે થયેલી ઉત્પત્તિને અને શ્રી ભામંડલના થયેલ અપહરણને પણ યથાસ્થિતપણે કહ્યું." ભામંડલનો સંતાપ દૂર થયો. ઉપકારી સૂરિવરે કરેલા તે કથનને સાંભળીને શ્રી ભામંડલકુમારને પણ જાતિસ્મરણ થયું. મુનિવરના તે કથનને સાંભળીને ઉત્પન્ન થયું છે જાતિસ્મરણ જ્ઞાન જેને તેવો શ્રી ભામંડલકુમાર પણ મૂચ્છિત થઈને ભૂમિ ઉપર એકદમ પટકાઈ પડ્યો. સંજ્ઞા પામ્યા પછી શ્રી ભામંડલકુમારે પોતે પણ સત્યભૂતિ નામના સૂરિવરે કહેલા પોતાના પૂર્વભવના વૃત્તાંતને કહી બતાવ્યો. શ્રી ભામંડલકુમારે પોતે પોતાના પૂર્વભવનો વૃત્તાંત કહેતા શું કહ્યું એનું વર્ણન કરતાં શ્રી પઉમચરિયમ્ ના રચયિતા શ્રી વિમલસૂરિમહારાજા જણાવે છે કે તે શ્રી ભામંડલકુમારે પોતાના પૂર્વભવના વૃત્તાંત કહેતા કહ્યું કે, ‘એક વિદર્ભા નામની નગરી હતી. તે નગરીમાં હું પહેલાં કુંડલમંડિત નામનો નરવરેન્દ્ર હતો. તે સમયે કામવશ બનેલા મેં એક બ્રાહ્મણની ભાર્યાનું અપહરણ કર્યું તે પછી શ્રી અનરણ્ય રાજાએ મને બાંધ્યો. ત્યાંથી છૂટીને ફરતા એવા મેં તપોલક્ષ્મીથી ભૂષિત શરીરવાળા એક શ્રમણને જોયા. તે મુનિવર પાસેથી ધર્મનું શ્રવણ કરીને હું ભાવિત મનવાળો થયો. પણ સ્વધર્મની આરાધનામાં મંદસત્ત્વવાળા મેં માત્ર માંસભક્ષણ નહિ કરવાનું જ વ્રત લીધું. આ 8 લોકમાં આશ્ચર્ય ઉત્પન્ન કરે એવું જિનેશ્વરદેવના ધર્મનું એ માહાત્મ્ય છે કે ઘણા પાપોને કરનારો એવો પણ હું દુર્ગતિમાં ગયો નહિ. નિયમ અને સંયમે કરીને તથા અનન્ય દૃષ્ટિપણાએ કરીને ત્યાંથી મરીને હું અન્ય જીવની સાથે શ્રીવિદેહાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. મેં જેની
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy