SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ e-2000 JP) રિમ-લહમણને દુ:ખોનો અનુભવ કરતો અને કામભોગનાં સુખોથી તૃપ્તિને નહિ પામતો આ આત્મા ઘણી મુસીબતે મનુષ્ય જન્મને અને બોધિને પામ્યો છે. તો હવે જેવી રીતે એ બહુ દુઃખોથી ભરેલા આ સંસારમાં જ ન ભટકે તેવી રીતનો પ્રયત્ન મારે કરવો જોઈએ. આવા પ્રકારના આત્મપરિજ્ઞાનના ચિંતનમાં આસક્ત બનવા દ્વારા રોષ, લોભ અને મદન ઉપર વિજય મેળવી રોષ, લોભ અને મદન નામના જ્વરનો નાશ કર્યો છે. આ વસ્તુને સમજનારો મુનિ સંસારીઓની જેમ લોકચિંતામાં કેમ જ પડે? લોકચિંતા અને સંસાર એ બંને લગભગ એક જ વસ્તુ ૨૧૦ છે લોકચિંતામાં પડેલો આત્મા કહો કે સંસારી આત્મા કહો એ બે એક જ વસ્તુ છે. લોકચિંતામાં પડેલા સાધુને પણ ચિંતા મૂંઝવે તો એમાં આશ્ચર્ય પણ શું છે? સંસારના સ્વભાવરૂપ જે ચિંતામાં રક્ત શ્રી જનકરાજા પણ ચિત્તામાં અટવાય એ સહજ છે. ઈષ્ટના વિયોગરૂપ અને અનિષ્ટના સંયોગરૂપ પ્રસંગથી ઉત્પન્ન થયેલી બેય પ્રકારની ચિંતાઓ શ્રી રામચંદ્રજીના આગમનથી ટળી ગઈ, કારણકે પોતાની પ્રાણપ્રિય પુત્રી માટે જોઈતા યોગ્ય વરની પ્રાપ્તિ રૂપ જે ઈષ્ટનો વિયોગ હતો તે પણ ટળી ગયો. અને મ્લેચ્છ રાજાઓના ઉપદ્રવરૂપ જે અનિષ્ટનો સંયોગ હતો તે પણ પરાક્રમી શ્રી રામચંદ્રજીએ જોત-જોતામાં ટાળી નાંખ્યો. પણ સંસાર એટલે ચિંતાનું ઘર, એટલે એમાં એક જાય ને બીજી આવે એમાં કશું જ નવું નથી. એ ન્યાયે બીજી પણ ચિંતાજનક આફત શ્રી જનકમહારાજા ઉપર કેવા અને કોના નિમિત્તથી આવી પડે છે એ ખાસ જાણવા જેવું છે. જે સમયે શ્રી રામચંદ્રજીને શ્રી જનકમહારાજાએ પોતાની છે પુત્રીનું પ્રદાન કર્યું, તે સમયે લોકથી શ્રીનારદજીએ શ્રીમતી સીતાજીના રૂપનું શ્રવણ કર્યું. શ્રી નારદજી એટલે શુદ્ધ શીલને ધરનારા તેઓના માટે કોઈના પણ રાજ્યના અંત:પુરમાં પ્રવેશ કરવાની મનાઈ ન હતી. કૌતુકી શ્રી નારદજી કોઈ પણ નવી વસ્તુ જોવા ઝટ જતા. એ સ્વભાવ મુજબ શ્રીમતી સીતાના રૂપને સાંભળવાથી તેમને શ્રીમતી સીતાને પણ જોવાની ઈચ્છા થઈ. એ A
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy