SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ઇચ્છાના યોગે કૌતુકથી શ્રી નારદજી શ્રીમતી સીતાને જોવા માટે ત્યાં છે આવ્યા અને કન્યાના ઘરમાં પ્રવેશ કર્યો. પીળા કેશવાળા, પીળા નેત્રોવાળા, મોટા ઉદરને ધરનારા છે છત્રીને ધરવાવાળા, હાથમાં દંડને રાખનારા, કૌપીન એટલે લંગોટીને પહેરનારા, કૃશ અંગવાળા અને સ્કુરાયમાન શિખા એટલે ચોટલીના ધરનારા, એ જ કારણે ભયંકર દેખાતા એવા શ્રી નારદજીને જોઈને હું શ્રીમતી સીતા ધ્રુજતી-ધ્રુજતી “હે મા !' એ પ્રમાણેની ચીસને મારતી અંદરના ઓરડામાં પેસી ગઈ. શ્રીમતી સીતાની ચીસ સાંભળીને કોલાહલપૂર્વક દોડી આવેલ દાસીઓ અને દ્વારપાલો આદિએ શ્રી નારદજીને કંઠ, શીખા અને ભુજાઓથી પકડીને રોકી લીધા. અર્થાત્ કોઈએ તેમનો કંઠ પકડ્યો તો કોઈએ તેમની શિખા પકડી અને કોઈએ તેમનો જમણો હાથ પકડ્યો. તો કોઈએ ડાબો હાથ પકડ્યો. એ પ્રમાણે કોલાહલપૂર્વક આવી પહોંચેલ દાસીઓ અને દ્વારપાલો આદિએ શ્રી નારદજીને બરાબર રોકી લીધા. દાસીઓ અને 2, દ્વારપાલોના કોલાહલથી યમદૂતની જે મ કોપાયમાન થઈ ગયેલા અને એને મારો' એ પ્રમાણે બોલતાં શસ્ત્રધારી રાજપુરુષો દોડી આવ્યા. તેઓથી ક્ષોભ પામી ગયેલ શ્રીનારદજી પોતાને કોઈપણ પ્રકારે છોડાવીને અને ઉડીને વૈતાઢ્ય પર્વત ઉપર પહોંચી ગયા. નારદજીની આવેશવશ વિલક્ષણ વિચારણા મહામુસીબતે છૂટીને વૈતાઢ્ય પર્વત ઉપર પહોંચી ગયેલા શ્રી નારદજીએ પોતાના હદયમાં વિચાર કર્યો કે, વાઘણોથી જેમ ગાય છૂટે તેમ હું ભાગ્યયોગે જ ઘસીઓથી જીવતો નીકળ્યો અને જે પર્વત ઉપર ઘણા વિદ્યાધરોના ઈશ્વરો વસે છે તે વૈતાઢ્ય પર્વત ઉપર આવી પહોંચ્યો છું. આ વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણીમાં ચંદ્રગતિ વિદ્યાધરેન્દ્રનો બળવાન અને ઇંદ્રના જેવા પરાક્રમવાળો ભામંડલ . નામનો યુવાન પુત્ર છે. તેથી સીતાને એક પટ ઉપર ચીતરીને હું એ , વિદ્યાધર પુત્રને દેખાડું કે જેથી એ હઠથી પણ તેનું હરણ કરશે, આ રીતે પણ મારા ઉપર ગુજારાયેલા જુલમનો બદલો હું લઉં.' કુલીન ઘરિવારો , ખાનદાન ઝળકી ઉઠે છે....૯
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy