SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સિત.... ભાગ-૨ રિમ-લક્ષમણને ઉપરથી નથી સમજી શકાતું ? સમજાવવા છતાં પણ મોહમગ્ન આત્માઓને એવું નાટક ભજવવામાં જ આનંદ આવે છે, એ જ આ સંસારની કારમી વિરસતા છે. આવી કારમી વિરસતામાં રસમયતા માનનારાઓને એ વિરસતાનું ભાન નથી જ થતું, અન્યથા શું પિંગલ એ વાત સમજી શકે તેમ ન હતો કે જે અતિસુંદરી મારી ખાતર : પોતાના માતા-પિતા અને રાજ્યઋદ્ધિને ત્યજી શકી હતી, તે મારા કરતા અધિક વિષયસુખ આપનારો મળે તો તેની ખાતર મારો પણ ત્યાગ અવશ્ય અને સહેલાઈથી કરી શકે ! પણ સંસારની ૧૯૨ વિરસતામાં રસમયના માનનારાઓ એ વસ્તુ ન સમજી શકે એ તદ્દન બનવાજોગ છે. એના જ પરિણામે સાધુપણું પામવા છતાં પણ કુલટા અતિસુંદરી ઉપરના પ્રેમને તો ન જ ત્યજી શક્યો. સાધુપણાના પાલનમાં એનું સ્મરણ ન ભૂલાય એ વિરસતામાં પણ કેવી રસમય માનીતા ? વિરસતામાં પણ રસમયમાનીતા એ પણ સંસારની વિરસતાનું જ પરિણામ છે. સંસારમાં અજ્ઞાનનો કારમો ઉત્પાત આ ઉપરથી સમજી શકાશે કે અતિભૂતિ અને સરસા પતિપત્ની મટીને ભાઈ-બહેન તરીકે એક જ સાથે આવીને ગર્ભમાં ઉત્પન્ન થયા છે. ખરેખર, આ સંસારમાં ભટકતા આત્માઓ કોઈ અજબ રીતે મોહરાજાની આજ્ઞા મુજબનું અજબ જ નાટક ભજવે છે. એ જ કારણે સંસારભાવનાનું સ્વરૂપ દર્શાવતાં ઉપકારીઓ પણ એમજ ફરમાવે છે કે, "माता भूत्वा दुहिता, भगिनी भार्या च भवति संसारे। व्रजति सुतः पितृतां, भ्रातृतां पुनः शत्रुतां चैव ॥१॥" પ્રશમરતિ : ગાથા ૧૫૬ આ સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીઓની જે માતા બની હોય છે. તે 2 જ પુન: માતા મટીને ઘેકરી થાય છે, ઘેકરી મટીને ભગિની થાય છે, અને ભગીની મટીને ભાર્યા થાય છે તેવી જ રીતે પુત્ર પિતાપણાને પામે છે, ભાઈપણાને પામે છે અને પુન:શત્રુપણાને પણ એ જ પામે છે. આવા કારમા સંસારમાં અજ્ઞાન આત્માઓ સિવાય અન્ય કે કોણ રાચે ? એક અજ્ઞાન જ વસ્તુ એવી છે કે જે પોતાને આધીન
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy