SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ અને જાય છે પણ આધિ તો સદાની થઈને રહે છે. એ આધિને ટાળવા માટે આ સિદ્ધાંત એક અમોઘ ઉપાય છે. પણ એ સિદ્ધાંતને 109 સદાય સૃષ્ટિ સમક્ષ તે જ રાખી શકે છે કે જે નિરંતર અનંતજ્ઞાનીઓની આજ્ઞાનું જ ચિંત્વન કર્યા કરે છે. અનંતજ્ઞાનીઓની આજ્ઞાના અખંડિત ચિંત્વન સિવાય આધિનો વિનાશ થતો જ નથી, એ જ કારણે શ્રાવકપણું પામવા છતાં પણ અનંતજ્ઞાનીઓની આજ્ઞાના અખંડિત ચિંતવનના અભાવે કુંડલમંડિત પિતાના રાજ્યને મેળવવાની આધિથી મુક્ત છેક છેવટની ઘડી સુધી ન બન્યો તે ન જ બન્યો. એટલે એ ઇચ્છામાંને ઇચ્છામાં જ તે મરણ પામ્યો અને મરણ પામીને તે મિથિલા નામની મહાપુરીમાં જનક રાજાની વિદેહા નામની ભાર્યાના ગર્ભમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. અતિભૂતિની પત્ની સરસા કે જે સાધ્વીના સુયોગને પામીને દીક્ષાની આરાધનાના પ્રતાપે ઇશાન દેવલોકમાં દેવી તરીકે ઉત્પન્ન થઈ હતી, તે પણ ભવમાં ભ્રમણ કરીને વેગવતી નામની પુરોહિત પુત્રી થઈ. એ અવસ્થામાં પણ પુણ્યોદયે તેને સદ્ગુરુનો યોગ થયો. સદ્ગુરુના પ્રતાપે તે વિરાગિણી બની. વૈરાગ્યના યોગે તેણે દીક્ષા અંગીકાર કરી અને દીક્ષાનું પાલન કરતી ત કાળધર્મને પામીને બ્રહ્મલોક નામના દેવલોકમાં ગઈ. તે દેવલોકમાંથી ચ્યવીને તે, જે વખતે કુંડલમંડિતનો જીવ વિદેહાના ગર્ભમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તે વખતે વિદેહાના ઉદરમાં કુંડલમંડિત જીવના યુગ્મપણાએ કરીને ઉત્પન્ન થઈ. સંસારની કારમી વિરસતા સંસાર એ કેવો વિરસ છે, એ વસ્તુ સાથે આપણે શ્રી ભામંડલ અને શ્રી સીતાદેવીની ઉત્પત્તિના ઉપક્રમમાં જોઈ આવ્યા. સંસારની આવી વિરસતા જોયા પછી, એવા વિરસ સંસારમાં મોહાંધ આત્મા સિવાય અન્ય કોણ રાચે ? સંસારમાં એકનો એક આત્મા મોહવશ થઈને કેવું કારમું નાટક ભજવે છે ? એ શું આ પ્રસંગ આનંદ અને ૐ શોકના અવસરું તે સંસાર...૮
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy