SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વત્ર થતું જોવાય છે. અને સંભળાય છે, તે છતાં પણ આત્માઓ તેનાથી ઉદ્વિગ્ન બનવાને બદલે ઉલટું વધુને વધુ જ મોહની કારવાઈમાં આસક્ત બને છે, એ શું ઓછું વિચારણીય છે ? અતિભૂતિ અને કયાન તો અંત સુધી મોહમગ્ન જ બન્યા રહ્યા. પત્નીની પ્રાપ્તિ ન થઈ તે છતાંપણ અતિભૂતિએ એની ઝંખનામાં પોતાના પ્રાણ ત્યજ્યા. અર્થાત્ પ્રાણ જતાં સુધી પત્નીની ઝંખના ન તજી અને કયાન પણ અંત સુધી આસક્તને આસક્ત જ રહ્યો. આવી દશા ઘણાં આત્માઓની હોય છે. જીવન બરબાદ કરે તે હા, પણ જીવનને બરબાદ કરનારી વસ્તુને ન તજે. મોહરાજાના આવા કારમા નાટકમાં ફસાઈ જવું એ કોઈપણ રીતે હિતના અર્થી માટે યોગ્ય નથી. આવા પ્રસંગે જો અતિભૂતિના માતા-પિતાને અને પત્નીને સાધુમહારાજા તથા સાધ્વીઓનો યોગ ન થયો હોત તો તેઓ પણ પોતાના જીવનને કદી જ ન સુધારી શકત, કારણકે તેઓ સિવાય તદ્દન શુદ્ધ સલાહ આપનાર હિતેષી આ વિશ્વમાં અન્ય કોઈ જ નથી. એ જ કારણે પંડિત શ્રી વીરવિજયજી મ. પણ પૂજામાં તદ્દન સ્પષ્ટપણે ફરમાવે છે કે “શીતલ નહિ છાયા રે આ સંસારની, કુડી છે માયા રે આ સંસારની, કાચની કાયા રે છેવટે છારની, સાચી એક માયા રે જિન અણગારતી.” બાર વ્રતની પૂજા : ૧૨મી પુજા મોહની પરવશતાથી ભટકી રહેલા અતિભૂતિને પણ જો કોઈએ બચાવ્યો હોય તો તે એક જિન અણગારે જ. અને એવા ઉપકારી સિવાય તિર્યંચ ગતિમાં અને તે પણ મરણ દશાએ પહોંચેલા આત્માને પણ અન્ય કોણ બચાવે ? અને બચાવવા ધારે તો બચાવે પણ શાથી ? શ્રી જિનના અણગાર પાસે તો એક એવો D આનંદ અને ૧૮૫ શોકના અવસરો તે સંસાર...૮
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy