SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રભાવશાળી મંત્ર છે કે જે મંત્રના પ્રભાવે તે એક અશક્ત આત્માની જેમ અશક્ત આત્માને પણ જો તે યોગ્ય હોય તો બચાવી શકે છે. મરણદશાએ પહોંચેલા હંસ પોતાને દેવ બનાવનાર કોઈ હોય તો તે એક શ્રી જિનના અણગાર જ હતા. એ આપણે જોઈ આવ્યા. એવી દશામાં પડેલા તિર્યંચ ઉપર પણ દયાર્દ્ર તેવા અણગાર જ અગર તો તેવા અણગારના અનુયાયી જ બને. એ પરમ કરૂણાથી ભરેલા અણગારે મરણની અણીએ પહોંચેલા હંસને નમસ્કાર મહામંત્રનું દાન કર્યું અને સાચા ઘતારના દાનનો જો એ હંસે પોતે સ્વીકાર કર્યો ૧૮ તો તેની દુર્ગતિ અટકી ગઈ અને સદ્ગતિ થઈ ગઈ. સીતા... ભાગ-૨ ..........મ-લક્ષ્મણન આવી-આવી વસ્તુઓ આવા-આવા બનાવો ઉપરથી ખૂબખૂબ વિચારવી જોઈએ. એવી-એવી વસ્તુઓની વિચારણાથી સંસારની અસારતા અને ધર્મની શ્રેયસાધકતા સહેલાઈથી સમજી શકાય છે. ભોગાસક્તિની અતિશય ભયંકરતા અનંત ઉપકારી મહાપુરુષો ભોગાસક્તિની જે ભયંકરતા વર્ણવે છે તેનો સાક્ષાત્કાર આપણને આ પિંગલ કરાવે છે. આ પિંગલ કોણ છે એ તો આપણે જાણીએ છીએ. તેણે પોતાના કયાન તરીકેના ભવમાં પણ ભોગાસક્તિના પ્રતાપે અતિભૂતિની પત્ની સરસાનું છળપૂર્વક અપહરણ કર્યું હતું. અને આ પિંગલ તરીકેના ભવમાં પણ એ જ કારમી ભોગાસક્તિના પ્રતાપે તે શું કરે છે એવું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે, राज्ञश्चक्रध्वजस्याति सुंदरीनामया सह । पुत्र्या पपाठैकगुरो - रन्तिके स तु पिंगलः ॥ પ્લેન છતા નાતે, ત્વનુરાને પરસ્પરમ્ | તાં નાત્ પિંગનો હત્યા, વિદૃન્દનન થવી विज्ञानरहितस्तत्र, तृणकाष्ठादिविक्रयात् । आत्मानमजिजीवत्स, निर्गुणस्योचितं हादः ॥ -
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy