SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ bacmd000 આ પ્રકારના આનંદભર્યા ઉત્સવને ઉજવવામાં રક્ત બનેલા છે? શ્રી દશરથ મહારાજાએ લક્ષ્મીના નિવાસને માટે કમળસમા પોતાના હાથR તે પુત્રનું ‘પદ્મ એવું નામ પાડ્યું. તે શ્રી દશરથ મહારાજાના પુત્ર જેમ 'પદ્મ' નામથી પણ પ્રસિદ્ધિને પામ્યા, તેમ ‘રામ' નામથી પણ પ્રસિદ્ધિને પામ્યા. સાત સ્વપ્નોનું દર્શન શ્રી દશરથ મહારાજાની બીજી ધર્મપત્ની સુમિત્રાએ પણ સ્વપ્નમાં વિષ્ણુના જન્મનું સૂચન કરાવનારા ૧-હાથી, ૨-સિંહ, ૩સૂર્ય, ૪-ચંદ્ર, પ-અગ્નિ, ૬-લક્ષ્મીદેવી અને ૭-સમુદ્ર. આ સાત પદાર્થોને રાત્રિના અંતે જોયા કારણકે તે સમયે સુમિત્રાદેવીના ઉદરમાં દેવલોકથી આવીને એક પરમઋદ્ધિવાળા દેવ અવતર્યા હતા. જેમ બળદેવની માતા બલદેવ ગર્ભમાં આવવાથી ચાર સ્વપ્ન જુએ છે તેમ વિષ્ણુની માતા વિષ્ણુ ગર્ભમાં આવે ત્યારે સાત સુંદર સ્વપ્નોનું દર્શન કરે છે. સાત સ્વપ્નોનાં દર્શનથી મારો પુત્ર વિષ્ણુ થશે.” એમ માનતી અને આનંદ પામતી સુમિત્રા નામની માતાએ પણ સમયે વર્ષાઋતુના મેઘ જેવા વર્ણવાળા સંપૂર્ણ લક્ષણને ધરનારા અને જગન્ના મિત્ર સમા ૧૭૫ પુત્રરત્નને જન્મ આપ્યો. શ્રી રામચન્દ્રજી જ્યારે વર્ણથી શ્વેત હતા ત્યારે આ વર્ણથી શ્યામ હતા અને શ્રી રામચંદ્રજી જેમ સંપૂર્ણ લક્ષણોને ધરનારા હતા તેમ આ શ્રીમતી સુમિત્રા માતાથી જન્મ પામેલા પુત્રરત્ન પણ સંપૂર્ણ લક્ષણોને ધરનારા હતા. વિશિષ્ટ પ્રકારનો જન્મોત્સવ શ્રીમતી સુમિત્રાદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા બીજા પુત્રરત્નની ઉત્પત્તિથી આનંદમગ્ન બની ગયેલા શ્રી દશરથ મારાજાએ કેવા પ્રકારનો જન્મોત્સવ ઉજવ્યો, એનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે, આનંદ અને શકા અવસરો તે સંસદ૨.૮
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy