SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ -))) ૨ -) पुरचैत्येषु सर्वेषु, श्रीमतामर्हतां तदा । Qિશેષાષ્ટિદા પૂનાં, સિપૂર્વ વ્યથાનૂપઃ नृपतिर्मोचयामास, धृतान् बंदिरिपूनपि । को वा न जीवति सुखं, पुरुषोत्तमजन्मनि ॥ सोच्छ्वासः सप्रजो राजा, न केवलमभूत्तदा । वसुमत्यपि देवी हा - गुच्छ्वासं प्रत्यपद्यत ।। रामजन्मनि भूपालो, यथाकृत महोत्सवम् । तथा तमधिकं चक्रे, हर्ष को नाम तृप्यति ॥ શ્રીમતી સુમિત્રા રાણીથી જન્મ પામેલા પુત્રરત્નના જન્મ સમયે શ્રી દશરથ મહારાજાએ પોતાના પુરમાં રહેલા સઘળાય શ્રી જિનચૈત્યમાં સ્નાત્રપૂર્વક શ્રી અરિહંત પરમાત્માઓની વિશેષ કરીને આઠ પ્રકારે પૂજા કરી. વધુમાં શ્રી દશરથ મહારાજાએ પકડી રાખેલા દુશ્મન કેદીઓને પણ મૂકાવી દીધા. કારણકે પુરુષોત્તમના જન્મ સમયે કોણ સુખપૂર્વક ના જીવે ? અર્થાત્ પુરુષોત્તમના જન્મ થવાના પ્રતાપે સૌ કોઈ સુખપૂર્વક જીવે એમાં કશું જ આશ્ચર્ય નથી. તે સમયે પ્રજા સાથે કેવલ એકલા શ્રી દશરથ મહારાજા જ સોચ્છવાસ થયા હતા એમ ન હતું. કિંતુ પૃથિવીદેવી પણ તે સમયે એકદમ ઉચ્છવાસને પામી હતી. જે રીતે શ્રી દશરથ મહારાજાએ શ્રી રામચંદ્રજીના જન્મ સમયે જેવો જન્મ મહોત્સવ ઉજવ્યો હતો તે રીતે શ્રી સુમિત્રા દેવીથી ઉત્પન્ન થયેલા પોતાના બીજા પુત્રરત્નનો પણ તે મહોત્સવ અધિકપણે ઉજવ્યો હતો. કારણકે હર્ષમાં તૃપ્તિને કોણ પામે છે ? અર્થાત્ હર્ષનો સ્વભાવ જ એવો છે કે પ્રથમ કરતાં પણ અધિક જ ઉઘાપન કરાવે. શ્રી સુમિત્રાદેવીથી ઉત્પન્ન થયેલા પોતાના તે બીજા પુત્રનું નામ શ્રી દશરથ મહારાજાએ ‘નારાયણ' પાડ્યું. પણ તે ભૂમિ ઉપર ખ્યાતિ તો પોતાના લક્ષ્મણ' એવા બીજા નામથી પામ્યા. આ રીતે P અપરાજિતાદેવીથી ઉત્પન્ન થયેલા પદ્મ નામના પ્રથમ પુત્ર, રામ હARનામથી પ્રસિદ્ધિને પામ્યા. ત્યારે સુમિત્રાદેવીથી ઉત્પન્ન થયેલ નારાયણ નામના બીજા પુત્ર લક્ષ્મણ નામથી ખ્યાતિ પામ્યા. વયની વૃદ્ધિ સાથે સર્વ વૃદ્ધિ રામ અને લક્ષ્મણ નામથી પ્રસિદ્ધિને પામેલા તે બંનેય
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy