SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુશાસનના સેવકોએ પ્રભુશાસનની આરાધનાના હેતુથી ખૂબ ખૂબ વિચારવા જોઈએ. પ્રભુશાસનમાં વર્ણવાયેલી જ્ઞેય વસ્તુઓનો અભ્યાસ પણ વિવેકી આત્માને બહુ બહુ ઉપયોગી થઈ પડે તેમ છે. પણ સ્થિરચિત્તે અને એક શાસનસેવાની દૃષ્ટિથી જ તે વિચારવા જોઈએ. આવા પ્રસંગોની વિચારણામાં તુચ્છ સ્વાર્થ કે પોતાના માનઅપમાનની એક લેશ પણ દરકાર હોવી જોઈએ નહી. અન્યથા તો આવા પ્રસંગો આત્માને ઘણા જ ભયંકર નીવડે તેમ છે. ક્ષુદ્ર જીવનને બચાવવા કેટકેટલો ત્યાગ આવા ગંભીર પ્રસંગને રાજાઓએ અને મંત્રીઓએ કેટલી વારમાં અને કેવી રીતે ઉકેલી નાંખ્યો ? એ અવશ્ય વિચારણીય છે. એક ક્ષુદ્ર જીવનને બચાવવા માટે આવી ગંભીરતા અને ત્યાગ સ્વીકારવો પડે, તો આત્માના સુવિશુદ્ધ જીવનની રક્ષા માટે અનુપમ ગંભીરતા અને અનુપમ ત્યાગ કેમ જ ન સ્વીકારવો પડે ? બંનેય મહારાજાઓ એ સમાચાર અને રાજ્ય ત્યાગની પોતાની ઇચ્છા. હિતને સમજી શકતા મંત્રીઓ સિવાય અન્ય કોઈને પણ જણાવવી યોગ્ય નથી સમજતાં. એ શું સૂચવે છે ? એ ખૂબ વિચારો. મોહ અને પ્રેમમાં પડેલાઓ જો આ વાતને જાણતા તો જીવનરક્ષાનો જે ઉપાય એ બંનેય મહારાજાઓ યોજી શક્યા તે કદી જ ન યોજી શકત. મહારાજાઓએ અને મહારાજાના હિતૈષી મંત્રીઓએ જીવનરક્ષાનો આ ઉપાય જેમ દુશ્મનથી ગુપ્ત રાખ્યો તેમ મિત્રોથી પણ ગુપ્ત જ રાખ્યો. વળી એક મરણનો ભય જો આત્માને આવી રીતે મૂંઝવે છે અને આવી જાતનો ત્યાગ કરવાને પ્રેરે છે. તો જે આત્માઓ અનંતજ્ઞાનીઓના વચનથી અનંત મરણોથી બચવા ખાતર ગમે તેવી સારી વસ્તુઓ પણ ત્યાગ કરવાને સજ્જ થાય એમાં શું આશ્ચર્ય છે ? પણ આવી બધી વસ્તુઓ વિચારવાની આજના જડવાદીઓને ક્યાં ફુરસદ છે ? મોહ મસ્તતાના કારણે વિવેક વિકળતા જ્યારે આ બાજુ શ્રી દશરથ મહારાજા અને શ્રી જનક પુણ્યોદયના ૧૬૧ અભય-વચના પ્રભાવે...૭
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy