SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા તથા તે બંનેય મહારાજાના નીમકહલાલ મંત્રીઓ તેઓની જીવનરક્ષાની પૂરતી યોજના કરી ચૂક્યા. તે પછી મોહમસ્તતાના પ્રતાપે તદ્દન વિચારવિકલ બની ગયેલ શ્રી બિભીષણ એકદમ અયોધ્યા તરફ દોડી જાય છે. નૈમિત્તિક જ્ઞાનીના વચનને અસત્ય કરવા સજ્જ થયેલા બુદ્ધિશાળીની બુદ્ધિ બુઠ્ઠી બની જાય એ તદ્દન સંભવિત વસ્તુ છે. કારણકે પોતાના સ્વાર્થના કારણે જ્ઞાનીના વચનને મિથ્યા બનાવવાની ભાવના એ જ પ્રથમ તો બુદ્ધિનો વિપર્યાસ છે. તો પછી ૧૬૨ એ ભાવનાનું પ્રકાશન કરનાર અને એ ભાવનાનો અમલ કરવા સજ્જ થનારની બુદ્ધિમાં કારમો વિપર્યાસ થઈ જાય એમાં અસંભવિતતા હોય જ શાની ? સીત.... ભાગ-૨ ........રામ-લક્ષ્મણ _R મોહમસ્ત બનેલા શ્રી બિભીષણ, જ્ઞાનીના સત્ય વચનને અસત્ય કરવાનો પ્રયાસ કરતાં શત્રુની બિછાવેલી જાળમાં કેવી રીતે આબાદ ફસાઈ જાય છે. અને પોતાના બંધુ ઉપરનો ભય કેવો અચળ બનાવે છે એ આપણે જોઈએ. बिभीषणश्च संरंभादेत्य सन्तमसेऽसिना । लेपमय्या दशरथ - मूत्तेश्चिच्छेद मस्तकम् ॥ બિભીષણે એકદમ આવીને ગાઢ અંધકારમાં રહેલી દશરથ મહારાજાની લેપ્યમયી મૂર્તિના મસ્તકને તલવાર દ્વારા છેદી નાખ્યું.” એક બુદ્ધિશાળી માણસ આવી ભૂલ કરીને આનંદ પામે એ શું ઓછી મોહમસ્તતા છે ? જીવતા માણસનું મસ્તક છેદે કે લેપ્યમયી મૂર્તિનું મસ્તક છેદે છે, એ પણ એક પરાક્રમી ન સમજી શકે. એમાં મોહમસ્તતાના પ્રતાપ સિવાય હોય પણ શું ? કારમો કોલાહલ અને દોડાદોડી મોહમસ્તતાના પ્રતાપે લેપ્યમયી મૂર્તિનું મસ્તક છેદવા જતા પણ શ્રી બિભીષણે માન્યું કે મેં દશરથનું મસ્તક છેલ્લું અને એથી એ આનંદ પામ્યા. એજ રીતે અજ્ઞાનતાના યોગે નગરના લોકોએ અને શ્રી દશરથ મહારાજાના અંત:પુરે પણ એમ જ માન્યું કે અમારા માલિકનો નાશ થઈ ગયો. એના પરિણામે તે
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy