SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સત.... ભાગ-૨ રામ-લક્ષમણને मंमिणां तत्समाख्याय, राजा राज्यं समर्प्य च । निर्ययौ योगविहिव, चिकीर्षुः कालवंचनाम् ॥ मूर्ति दाशरथीं लेप्य-मयीमन्तर्नृपालयम् । न्यधुश्च मन्त्रिणो ध्वान्ते, विहिषन्मोहहेतवे । जनकोऽपि यथा चक्रे, तथा तन्मंत्रिणोऽपि हि । तौ त्वलक्ष्यौ दशरथ - जनकौ भ्रमतुर्महीम् ॥ શ્રી નારદજી દ્વારા સમાચાર મળ્યા બાદ શ્રી દશરથ મહારાજાએ વિચાર્યું કે શ્રી બિભીષણ જેવા નિષ્કારણ શત્રુની સામે ટકવું એ સહેલું નથી. માટે એવા શત્રુના પ્રયત્નને નિષ્ફળ કરવા માટે એક જ કાર્ય કરવું જોઈએ અને તે કાલવંચના સિવાય બીજું કશું જ નહિ. આ અવસરને ઉચિત કાર્ય એ એક જ છે અને જે એકદમ જ થવું જોઈએ. આ વિચારણાના પરિણામે શ્રી દશરથ મહારાજાએ નારદજીને કહેલા સમાચાર પોતાના મંત્રીઓને કહા અને રાજ્ય પણ મંત્રીઓને સમપ્યું અને પોતે જાણે યોગના જાણકાર જ ન હોય તેવા બનીને એક કાળવંચના કરવાના હેતુથી જ રાજ્ય ત્યજીને ચાલી નીકળ્યા. અને શ્રી દશરથ મહારાજાના મંત્રીઓએ દુશ્મનને મૂંઝવવાના એટલે ભૂલમાં નાંખવાના હેતુથી શ્રી દશરથ મહારાજાની લેપ્યમાન મૂર્તિ બનાવીને રાજાના મહેલની અંદર અંધકારમાં સ્થાપન કરી. તેમજ શ્રી જનક મહારાજાએ પણ શ્રી દશરથ મહારાજાનું અને શ્રી જનક મહારાજાના મંત્રીઓએ પણ શ્રી દશરથ મહારાજાના મંત્રીઓનું અનુકરણ કર્યું. અર્થાત્ શ્રી જનક મહારાજાએ પણ શ્રી નારદજીએ કહેવા સમાચાર પોતાના મંત્રીઓને કહી. અને પોતાનું રાજ્ય મંત્રીઓને સમપ્યું. તથા પોતે કાળવચના કરવાના હેતુથી શ્રી દશરથ મહારાજાની જેમ રાજ્ય ત્યજીને ચાલી નીકળ્યા.” અને શ્રી જનક મહારાજાના મંત્રીઓએ પણ શ્રી દશરથ મહારાજાના મંત્રીઓની જેમ પોતાના માલિક શ્રી જનક રાજાની લેપ્યમાન મૂર્તિ બનાવી દુશ્મનને મૂંઝવવાના હેતુથી રાજમહેલની અંદર અંધકારમાં છે સ્થાપન કરી આ રીતે શ્રી દશરથ મહારાજા અને શ્રી જનક મહારાજા બંનેય 9 અલક્ષ બની ગયા અને અલક્ષ થઈને પૃથ્વી ઉપર ભમવા લાગ્યા. આ બંનેય વિચક્ષણ મહારાજાઓએ અને સ્વામિભક્ત મંત્રીઓએ કરેલું અવસરોચિત કાર્ય ઘણું જ વિચારણીય છે. આ સમયે જો વિચક્ષણતા ન હોય અને સેવકો સ્વામિભક્ત ન હોય તો જરૂર પરિણામ વિપરીત આવ્યા વિના રહે જ નહિ. આવા પ્રસંગો
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy