SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ નારદજીની આ પ્રવૃત્તિઓ ઓછી વિચારણીય નથી ! પોતાની જાતને છે ધર્મી મનાવવા ઇચ્છનારાઓએ આવી પ્રવૃત્તિઓનો ખાસ અભ્યાસ ( _ કરવો જોઈએ અને જીવનને એવું કેળવવું જોઈએ કે જેથી હું અદર્શનીયના દર્શન પ્રત્યે, અવંદનીયના વંદન તરફ, અકરણીયને કરવા માટે અને અકથનીય વસ્તુનું કથન કરવામાં કદી જ આત્મા છું દોરાય નહિ. દર્શનીય અને અદર્શનીય, વંદનીય અને અવંદનીય, કરણીય અને અકરણીય તથા કથનીય અને અકથનીયનો વિવેક આજે ઘોર મિથ્યાત્વના પ્રચારથી લુપ્ત બનતો જાય છે. આવું પરિણામ આવવાનો પૂરતો સંભવ હોવાને કારણે જ અનંત ઉપકારી પરમ મહર્ષિઓએ શંકા, કાંક્ષા અને વિચિકિત્સાની સાથેમિથ્યામતિના ગુણવર્ણનને અને મિથ્યામતિના પરિચયને પણ સમ્યકત્વના ચોથા અને પાંચમા દૂષણ તરીકે જણાવી સમ્યગ્દષ્ટિ આત્માને મિથ્યામતિના ગુણોની પ્રશંસાથી અને મિથ્યામતિઓના પરિચયથી બચવાનું ભારપૂર્વક સૂચન કર્યું છે પણ અમુક આત્માઓએ પોતાની માન્યતા મુજબ પોતાની જાતને સ્વતંત્ર માની એ સૂચનની દરકાર ન કરી એના જ પરિણામે તેઓ વિવેકવિકળ બન્યા છે અને પોતાની જાતને સમ્યગ્દષ્ટિ બનાવવાનો દાવો કરવા છતાં પણ ઘોર મિથ્યામાર્ગનો પ્રચારક બનાવી રહ્યા છે. આ પ્રકારની દુર્દશાથી જેઓએ બચવું હોય તેઓએ શ્રી નારદજી જેવા પુણ્યાત્માઓની પ્રવૃત્તિઓનો પૂરતો અભ્યાસ કરવો જોઈએ. અને પોતાના જીવનને તેવી જ પ્રવૃત્તિઓમાં વહેતુ મૂકી દેવું જોઈએ. જે જે આત્માઓ પોતાના જીવનને પુણ્ય પ્રવૃત્તિઓમાં જ વહેતું મૂકવા ઇચ્છતા હોય તે આત્માઓ માટે આવી આવી પ્રવૃત્તિઓનું પુનઃ પુન: સ્મરણ ઘણું જ શ્રેયસ્કર છે. અવસરોચિત કાર્યનો અમલ શુદ્ધ શીલસંપન્ન શ્રી નારદજીને સત્કારપૂર્વક વિસર્જન કર્યા બાદ શ્રી દશરથ મહારાજાએ, શ્રી જનક મહારાજાએ તેઓના મંત્રીઓએ અવસરોચિત કાર્યનો એકદમ અમલ કેવો કર્યો ? તે આપણે જોઈએ. ૧પ૯ અભય-કવચન પ્રભાવે.
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy