SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ - cછે. રામ-લક્ષ્મણને શ્રી મેરૂપર્વત ઉપર ગયો હતો. શ્રી મેરૂપર્વત ઉપર રહેલા શ્રી તીર્થકર ભગવંતોને વંદન કરીને હું લંકાનગરીમાં ગયો હતો. લંકાનગરીમાં પણ શ્રી શાંતિનાથ સ્વામીનું મંદિર છે. તે મંદિરમાં રહેલા શ્રી શાંતિનાથ સ્વામી કે જે આ અવસર્પિણી કાળમાં સોળમા તીર્થપતિ થયા છે. તે તારક તીર્થપતિને નમસ્કાર કરીને હું શ્રી રાવણના મકાને ગયો હતો. શ્રી રાવણના મકાને મેં કોઈપણ વૈમિત્તિક દ્વારા એમ સાંભળ્યું કે જનકની પુત્રી સીતાના અર્થે આપના પુત્રના હસ્તે શ્રી રાવણનો વધ થશે. તે વાતને સાંભળીને શ્રી બિભીષણે આપને અને શ્રી જનકરાજાને હણવાની પ્રતિજ્ઞા કરી છે. આપને અને શ્રી જનકરાજાને મારવાની પ્રતિજ્ઞા કરનાર તે મહા પરાક્રમી અલ્પકાળમાં અહીં આવશે, આ સઘળું સારી રીતે જાણીને હું સાધર્મિકપણાની પ્રીતિથી આપને આ બધી વાત ૧૫ ' કહેવા માટે સંભ્રમપૂર્વક લંકા નગરીથી અહીં આવ્યો છું. ઉત્તમ આત્માની પ્રવૃતિ અને મનોદશા શ્રી નારદજીએ પોતાના ઉત્તરમાં જણાવેલી હકીકત ઉપરથી ઉત્તમ આત્માની પ્રવૃતિ અને મનોદશા કેવી અને કેટલી સુંદર તથા અનુકરણીય હોય છે ? એ વાત સારી રીતે સમજી શકાય તેમ છે. ઉત્તમ આત્માને મળેલી ઉત્તમ સામગ્રીનો ઉપયોગ પ્રાય: પ્રભુમાર્ગની આરાધનામાં જ થાય છે. જ્યારે વિલાસી આત્માઓને મળેલી સારી સામગ્રીનો ઉપયોગ હિતકર પ્રવૃત્તિઓમાં થવાને બદલે અહિતકર પ્રવૃત્તિમાં થાય છે. યાત્રા માટે પર્યટન કરતા તથા યાત્રાર્થે જ લંકા નગરીમાં ગયેલા શ્રી નારદજીએ પોતાના સાધર્મિકો ઉપર આપત્તિ આવવાની છે, એમ જાણ્યું કે તરત જ સાધર્મિક ઉપરના પ્રેમના યોગે સાધર્મિકોને સાવચેત કરવા દોડી ગયા. ધર્મીનું હદય માપવા માટે આ વસ્તુ ઓછી નથી. ધર્મીનું હૃદય ધર્મ અને ધર્મની સેવા માટે સદાય તલસતું હોય છે. એની આ સાબિતી છે. કલ્યાણકાંક્ષી છે આત્માઓએ આવું હદય કેળવવાની અતિશય આવશ્યકતા છે. છે. એવી કેળવણીના પ્રતાપે એકપણ વસ્તુ આત્માનું અહિત કરવા માટે સમર્થ નહીં નીવડી શકે. ખરાબ વસ્તુનો સદુપયોગ કરવાનું સામર્થ્ય પણ એ કેળવણીના પ્રતાપે ઘણી જ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે. સાચી કેળવણી જ એ છે કે જેના યોગે હદય ધર્મ અને ધર્મની સેવા માટે સદાય તલસતું રહે.
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy