SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મી હતા. એટલે તેઓએ પોતાના સાધર્મિકો ઉપર કારમી આપત્તિ આવી પડવાની છે એમ સાંભળ્યું કે તરત જ કોઈની પ્રેરણાની પણ રાહ જોયા વિના એવી વાત સાંભળતાની સાથે જ શ્રી રાવણની રાજસભામાંથી ઊઠ્યા અને ત્યાંથી અન્યત્ર કોઈ પણ સ્થાને ગયા વિના સીધા શ્રી દશરથ મહારાજા પાસે પહોંચ્યા. દેવર્ષિ નારદજીને પોતાની પાસે દૂરથી આવતા જોઈને શ્રી દશરથ મહારાજા એકદમ ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયેલા શ્રી દશરથ મહારાજાએ નમસ્કાર કરીને શ્રી નારદજી નામના દેવર્ષિને ગુરુની જેમ ગૌરવપૂર્વક આસન ઉપર બેસાડ્યા. સત્કારપૂર્વક પ્રશ્ન કર્યો કે ત્વમાવાસી: તઃ સ્થાનાત્ ‘આપ કયા સ્થાનથી અત્રે પધાર્યા.’ શ્રી દશરથ મહારાજાના પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રી નારદજીએ કહ્યું કે, आख्यत् पूर्वविदेहेषु, गतोऽहं पुंडरीकिणीम् । श्रीसीमंधरनाथस्य, दृष्टुं निष्क्रमणोत्सवम् ॥ सुरासुरकृतं तं च दृष्ट्वा मेरुमगामहम् । તમામવંદ્ય તીર્થશાત્, નાયાં ગતવાનહમ્ तस्यां शांतिगृहे शांतिं, नत्वागां रावणालयम् । રાવળસ્ય વધસ્તમ, નાનજ્યર્થે ત્યહૃાત્મનાત્ ॥ नैमित्तिकेन केनापि, कथ्यमानः श्रुतो मया । श्रुत्वा बिभीषणस्तच्च, हंतुं त्वां जनकं तथा ॥ कृतप्रतिज्ञो न चिरा - दिहैष्यति महाभुजः । एतत्सर्वं परिज्ञाय, लंकापुर्याः ससंभ्रमः ॥ साधर्मिक इति प्रीत्या, तव शंसितुमागमम् ॥ ‘શ્રી સીમંધર નામના તીર્થનાથનો નિષ્ક્રમણ મહોત્સવ એટલે દીક્ષા મહોત્સવ જોવા માટે હું પૂર્વવિદેહમાં આવેલી પુંડરીકિણી નામની નગરીમાં ગયો હતો. તે નગરીમાં સુરોએ અને અસુરોએ કરેલો તે દીક્ષા મહોત્સવને જોઈને હું COW:0 € પુણ્યોદયના ૧૫૩ અભય-વચના પ્રભાવે...૭
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy