SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપદ્મ રાજા ઉલ્લાસભેર તે મુનિઓને વંદન કરવા માટે નલિનવન નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં જઈને રાજા તે મહામુનિઓને વંદન કરી કરીને ઉચિત સ્થાને બેઠા. પ્રભુ પ્રણીત પરોપકાર કરવામાં રક્ત છે એવા તે પરમમહર્ષિઓએ રાજાને પ્રભુપ્રણીત ધર્મ સંભળાવ્યો. ધર્મનું છે શ્રવણ કરીને રાજા એકદમ રક્ત બુદ્ધિવાળા મટીને વિરક્ત છું બુદ્ધિવાળા થયા. વિરક્ત બુદ્ધિવાળા બનેલા શ્રી મહાપદ મહારાજાએ, એકદમ પોતાની નગરીમાં જઈને મોટા મહોત્સવપૂર્વક પુંડરીક નામના પોતાના મોટા પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કર્યો અને કંડરીક નામના પોતાના નાના પુત્રને યુવરાજ પદે સ્થાપન કર્યો. રાજ્યગાદી ઉપર આરુઢ થયેલા પુંડરીક મહારાજાએ, પોતાના પિતાશ્રીનો દીક્ષા મહોત્સવ કર્યો. અને મહાપદ્મ મહારાજાએ તે સ્થવિર મહર્ષિઓ પાસે દીક્ષા અંગીકાર કરી. દીક્ષિત થયા પછી શ્રી મહાપદ્મ નામના રાજર્ષિ મહામુનિએ સઘળાંય પૂર્વોનો અભ્યાસ કર્યો અને રત્નત્રયીની આરાધનાના પ્રતાપે કેવળજ્ઞાન પામ્યા તથા એક માસનું અણસન કરીને તે રાજર્ષિ પરમપદને પણ પામ્યા. યુવરાજ કંડરીકની વૈરાગ્યદશા મહાપદ્મ રાજર્ષિ મોક્ષપદે પધાર્યા પછી એક દિવસે પાદરેણુથી પૃથ્વીતલને પાવન કરતાં તે જ સ્થવિર ઋષિપુંગવો પોતાની નગરીમાં પધાર્યા છે. એમ સાંભળીને હર્ષ પામેલા શ્રી પુંડરીક મહારાજા એકદમ તે ઋષિપુંગવોની સેવામાં ઉપસ્થિત થયા. સેવામાં ઉપસ્થિત થયેલા શ્રી પુંડરીક મહારાજાને સ્થવિર ઋષિપુંગવોએ દેશના સંભળાવી. ધર્મદેશનાના શ્રવણથી પ્રતિબોધ પામેલા પુંડરીક મહારાજાએ શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. પોતાના મોટા ભ્રાતાએ 2 જ્યારે શ્રાવકધર્મનો જ સ્વીકાર કર્યો ત્યારે શ્રી કંડરીકની મનોદશા તો ખૂબ જ આગળ વધી. ધર્મદેશનાના શ્રવણથી એકદમ વિરક્તદશાને પામી ગયેલ યુવરાજ શ્રીકંડરીકે તો તે ઋષિપુંગવોને પ્રણામ કરીને પ્રાર્થના કરતાં કહ્યું કે, आदास्येऽहं भवोद्धिग्नो, प्रव्रज्यां युष्मदन्तिके । तद्यावद्भुपमापृच्छया - गच्छाम्यहमिह प्रभो ! । રે ! રસન (૧૦૧ તારા વ...૫
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy