SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સત... ભાગ-૨ રામ-લક્ષમણને હિસ્સો છે જ. રસવાની લાલસાને આધીન થયેલા પામર આત્માઓ સુદેવને, સુગુરુ અને સુધર્મને પણ સમય આવ્યે નિંદવાનું નથી ચૂકતા ! રસનાવશ આત્માઓ શ્રી જિનેશ્વર પ્રણીત આગમો કે જે ભક્ષ્યાભઢ્ય આદિનું સારામાં સારી રીતનું વિવેચન કરનારાં છે, તેની પણ અવગણના કરે એમાં પણ કશું જ આશ્ચર્ય પામવા જેવું નથી ! અર્થાત્ રસનાવશ આત્માઓ રસનાથી અતિશય આધીનતાના પ્રતાપે જે-જે ન કરે તે ઓછું જ છે. રસતાની આધીનતાના પ્રતાપે પતિત ૧૦૦ થયેલા કંડરીક મુનિ એક રસના ઇન્દ્રિયની આધીનતાના પ્રતાપે મહાત્ વિરાગી અને મહાત્ સંયમી આત્માનું કેવી કારમી રીતે પતન થાય છે? અને એ પતનના પરિણામે ઉત્તમ આત્મા પણ ધર્મ-ધ્યાનને ચૂકી કેવા ભયંકર રૌદ્રધ્યાનને પામે છે? તથા આવા રૌદ્ર પરિણામના પ્રતાપે એક મોક્ષગામી અથવા સ્વર્ગગામી ગણાતો આત્મા થોડા જ કાળમાં કેવી ભયંકર દુર્ગતિમાં ચાલ્યો જાય છે? એ સઘળીય વસ્તુને સ્કુટ રીતે સમજાવતું કંડરીક મુનિનું દૃષ્ટાંત શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે, એ ખાસ આ પ્રસંગે જાણવા જેવું છે. | મહાવિદેહની પૃથ્વીમાં મંડનભૂત પુષ્કલાવતી નામની વિજયમાં આવેલી પુંડરીકિણી નગરીમાં મહાપા નામના એક રાજા હતા. એ રાજાને પદ્માવતી નામની રાણી હતી. એ રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા બે પુત્રો તે રાજાને હતા. જેમાંના મોટા પુત્રનું નામ પુંડરિક હતું અને નાનાનું નામ કંડરીક હતું. આથી સમજાશે કે કંડરીક એ મહાપદ્મ રાજા અને પદ્માવતી રાણીનો નાનો પુત્ર હતો. મહાપદ્મરાજાની આત્મકલ્યાણની સાધકતા (IT) મહાપદ્મ રાજાની શાસન કરાતી તે પુંડરીકિણી નગરીમાં એક દિવસે તે નગરીની બહારના ભાગમાં આવેલા નલિનવન નામના ઉદ્યાનમાં સ્થવિર મુનિપુંગવો સમવસર્યા. પોતાની નગરીના _ઉદ્યાનમાં જ સ્થવિર મુનિપુંગવો પધાર્યા છે. એ વાતને જાણીને શ્રી
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy