SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શાકમાં હર --- ------- ખરી હકીક્તથી માહીતગાર કરશે. આ નિશ્ચય કરી અને રાણીને કહેવા લાગે. પ્રિયા ! ખરી હકીકત શું બની છે તે અમને જણાવી અમારા સર્વને સંશય દૂર કર. રાજાના આ વાક્ય કાને આવતાં જ રાણી નિદ્રામાંથી જાગૃત થઈ અને સન્મુખ ઉભેલા રાજાના મુખ ઉપર એકી નજરે જોઈ રહી. દષ્ટિ સાથે દષ્ટિ મળતાં નેત્રમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. એ અવસરે બને દંપતીને જે આનંદ, સુખ કે હર્ષ થયો હતો તે કહેવાને કવિ અસમર્થ છે દેવી દેવની માફક નિમેષેમિષ રહિત કેટલેક વખત રહી, હર્ષાશ્રુથી વિરહાનળ બુઝાતાં જ રાણે પૂછવા લાગી. સ્વામિનાથ ! આ નદીના કિનારા ઉપર આપ કયાંથી? પાણીથી ઝરતાં ભિનાં વસ્ત્રો આપે શા માટે પહેર્યા છે? આ સર્વ લેકે આંહી શા કારણથી એકઠાં મળ્યાં છે ? આ નજીક ચિતા કોને માટે રચી છે? આ મૃતક વહન કરવાની શિબિકા દેખાય છે તે શું કેઈમરણ પામ્યું છે ? આ પ્રશ્નોના ઉત્તર મને આપે.” - રાજા અધીરો થઈ બોલવા લાગ્યું. “દેવી ! આ સર્વ વાત હું પછીથી જણાવીશ. પણ પ્રથમ તમે તમારું સર્વ વૃત્તાંત અમને જણાવે.” દેવી! તું કયાં ગઈ હતી ? કયાં રહી હતી? ઘુણની માફક કાસ્ટમાં કેવી રીતે પેઠી ? કંઠમાં રહેલ હાર કેણે આખ્યો અને નદીના પ્રવાહમાં કેવી રીતે વહન
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy