________________
પ્રધાન મંડળ ચિંતામાં
૪૯ મરવું છે. નહિતર દેવીના વિરહથી મારા પ્રાણ પિતાની મેળે જ ઉડી જશે પ્રધાન હવે વિલંબ ન કરે. ગેળા નદીના કિનારા ઉપર કાણની ચિતા જલદી તૈયાર કરે. રાણીના વિયોગથી દગ્ધ થતા મારા આત્માને ચિતામાં પ્રવેશ કરાવી શાંતિ આપું.
અશ્રુજળથી પૃથ્વીતળને ભીજાવતા પ્રધાને કહેવા લાગ્યા હા ! હાહા ! મહારાજ ! આજે અમે સર્વે જીવતા જ રસાતળમાં પેઠા. સૂર્ય અસ્ત થયા પછી શું કમળાકાર વિકસિત હોય ? પિતાના મરણ પછી નિરાધાર બાળકની શી દશા ? કોણ આધાર ? પાણી વિના જેમ માછલાંએ ઝુરી ઝુરી, તડફડી તડફડી, પ્રાણ ખેવે છે. તેમ હે નાથ ! તમારા સિવાય પુણ્ય વિનાના અનાથ અને પૃથ્વી પીડ પર આળોટતા અમારી શી સ્થિતિ થશે ? અમારા પર પ્રસન્ન થાઓ. આ મેહ મૂકી છે. દૌર્યતા ધારણ કરે. મરણના પરિણામ મૂકી ચિકરાળ રાજ્ય કરો. તમારા સિવાય શત્રુએ રાજ્ય ગ્રહણ કરશે. શરની માફક પ્રજા રેળાશે, પૃથ્વી નિરાધાર થશે અને અમે અનાથ થઈશું. હે રાજન ! તમારા જેવા વીર પુરૂષે પણ જ્યારે ધીરતાને ત્યાગ કરશે તે, નિરાધાર આ દૌર્યતા કેને શરણે જશે? કોને આશ્રય કરશે?
વળી મહારાણી પ્રાણુ રહિત થયાં તેમાં કર્મ પરિણામ જ કારણ છે. આથી સંસારની અસારતા પ્રકટપણે જણાઈ આવે છે દુનિયાને કઈ પદાર્થ ચિરકાળ એક મ-૪