________________
પલાસુંદરીનું ચરિત્ર
૪૭ આ વાક્ય સાંભળતાં જ રાજા જાણે અમૃતથી સિંચાયે હોય તેમ ઉશ્વાસ પામી જાગૃત થઈ કહેવા લાગે છે,
સેવક! દોડે, દેડે, વિષ ઉતારનાર જડીબુટ્ટી ભંડારમાંથી લાવે. વિષ દૂર કરનાર મણિ લાવે, શહેરમાં જેટલા મંત્રવાદીઓ હોય તે સર્વને બોલાવે. અને રાણેને જલદી વિષરહિત કરે. ”
રાજાને આદેશ થતાં જ, જડીબુટ્ટી, મણિ, અને મંત્રવાદી સર્વ વસ્તુ હાજર થયાં. સુબુદ્ધિ પ્રધાનના કહેવા મુજબ રાણીને એકાંતમાં સ્થાપન કરી તરતજ મંત્રવાદિએ એ માત્રક્રિયાદિ પ્રયોગ શરૂ કર્યા
રાજા વિચાર કરે છે. “હમણાં રાણી શ્વાસ લેશે, હમણાં દષ્ટિ વિકસિત–ઉઘાડી કરશે, હમણાં બોલશે, હમણાં બેઠી થશે; આ પ્રમાણે રાજાને વિચારમાં ને વિચારમાં જ અરધે દિવસ અને ઘણી મહેનતે રાત્રિ પણ પસાર થઈ ગઈ. બુદ્ધિમાન પ્રધાને આટલે વખત તે પસાર કરાવી શકયા; પણ રાણીના શરીરમાં કરેલા પ્રયોગની કાંઈ પણ અસર ન થઈ. પ્રાતઃકાળ થતાં જ સર્વ પ્રધાને નિરૂપાય થઈ વિચાર કરવા લાગ્યા કે હવે આજે આપણે રાજાને મરણથી કેવી રીતે બચાવીશું?
રાણીના સનેહપાશથી બંધાયેલે રાજા અવશ્ય મરણ પામશે. અકૃતિમ સનેહવાળાની મરણ સિવાય બીજી કોઈ ગતિ નથી. હા ! હા ! રાજાનાં મરણથી આ રાજ્ય, રાષ્ટ્ર, કેશ, ચતુરંગસેના, અમે, અને સર્વ પ્રજાઓ આજ અનાથ થઈશું.