________________
પ્રધાન મંડળ ચિંતામાં
જ
-
+ +
પ્રકરણ ૧૦ મું.
પ્રધાન મંડળ ચિંતામાં મિ ! રાણીનું શરીર અક્ષત-આખું છે. ઝેરને પ્રાગ પણ જણાતું નથી તે શું આ રાણીના પ્રાણ કોઈ હૃદયના દુઃખથી, કે દુષ્ટ દેવના કેપથી ચાલ્યાં ગયાં હશે? જો તેમ ન હોય તે અક્ષત શરીર હાવું ન જોઈએ રાણીના માહથી મોહિત થયેલ રાજા અવશ્ય મરણ પામશે. રાજાના મરણથી રાજ્યને નાશ થશે. કારણ કે રાજ્ય ધારણ કરનાર એક પણ કુમાર નથી. - સુબુદ્ધિ પ્રધાને જણાવ્યું. “ મહાઅમાત્ય ! કોઈ પણ પ્રયોગ કરી અત્યારે કાળલંઘન–વખત લંબાવવાની જરૂર છે, કારણ કે વખત જતાં આપણને રાજાને બચાવ કરવાને કોઈ પણ ઉપાય કુરી આવશે ” - બીજા મંત્રિએ જણાવ્યું “ મહાનુભાવ ! કાળક્ષેપ કેવી રીતે કરી શકાય ? ”
સુબુદ્ધિએ જણાવ્યું “રાજાને આપણે જણાવીએ કે રાણીને વિષ ચડેલું છે, હજી જીવે છે, તેનો જીવ નાભિમાં છે, માટે મણિ, મંત્ર, ઔષધ્યાદિકે કરી તેનું ઝેર ઉતારવાને પ્રવેગ અજમાવો આ વાત સર્વને અનુમત થવાથી મુખ્ય પ્રધાન રાજા પાસે આવી કહેવા લાગ્યો.
મહારાજા ! રાણી હજી જીવે છે, તેમને ઝેર ચડ્યું છે. હજી તેમને જીવ નાભિમાં રહેલું છે. ”