________________
પલાસુંદરીનું ચરિત્ર તે સફળ થયું ? અરે વેગવતી ? જવાબ આપ, રાણી ચંપકલાનું શું થયું? આ સ્નેહી હૃદય વિલંબ નથી સહન કરી શકતુ. ”
રૂદન કરતી વેગવતીએ ઘણી મહેનતે જવાબ આપે. એ ધીર, વીર શિરોમણિ મહારાજ ! તારા બે કાન અને હૃદયને વજીની માફક કઠણ કર. હું તેમના સંબંધી વૃત્તાંત જણાવું છું. જયારે મહારાણીનું જમણું નેત્ર વિશેષ ફરકવા લાગ્યું ત્યારે તેમને મહેલમાં બીલકુલ આનંદ ન આવે; તેથી અમે સર્વે શહેર બહાર ઉદ્યાનમાં ગયાં, ત્યાં પણ તેમનું ચિત્ત શાંત ન થયું, ત્યારે ઉપવનમાં ગયાં એમ અનેક વિશ્રાંતિના સ્થળે ફરવા છતાં
જ્યારે તેમને કોઈ સ્થળે શાંતિ ન વળી, ત્યારે અમે સર્વે થાકીને પાછાં મહેલમાં આવ્યા. તેઓ પલંગમાં સુતાં, અને મને જંગલમાં કેટલાંક પાંદડાએ લાવવા માટે મેકલી. મહારાણી નિદ્રાધીન થયાં જાણું સર્વ પરિવાર, ખાવા પીવા વિગેરે કાર્યમાં રે. હું જંગલમાંથી કેટલાંક તેમને ઉપગી પાંદડાંઓ લઈ તત્કાળ તેમની પાસે આવી, તેવામાં તે પલંગની અંદર લાકડાની માફક ચેષ્ટા ૨હિત મેં તેમને જોયા. હું નથી જાણતી કે મહારાણીનાં પ્રાણ શું કઈ રોગના કારણથી વિષથી કે મહાન દુઃખથી ગયાં હશે ?”
દાસીના મુખથી વજપાત સરખાં યા હળાહળ ઝેર સરખાં વચન સાંભળતાં જ રાજા, એકદમ મૂછ પામી ધરણી પર ઢળી પડયે.