________________
ચંપામાલાનું અપહરણ વરધવલે જણાવ્યું, “પ્રિય સ્ત્રીઓનું જમણું નેત્ર ફરકે તે અશુભ સૂચક છે. છતાં તું બીલકુલ ભય ન રાખીશ, હૃદયમાં અઘતિ ન કરીશ, કાંઈ વિરૂપ થવાની શંકા પણ ન કરીશ. સૂર્યોદયથી અંધકારને લેશ પણ ભાગ રહેતું નથી. તેમ જ્યાં સુધી હું રાજ્યનું પાલન કરનાર છું. ત્યાં સુધી તારે જરા પણ ભય રાખવા જેવું નથી; તેમ છતાં કદાચ કોઈ પણ તને વિરૂપ થશે, તે પતંગની માફક તારી સાથે જ મને પણ અગ્નિનું શરણ થશે, ઈત્યાદિ શબ્દથી રાણીને ધીરજ આપી રાજા રાજસભામાં આવી રાજ્યકાર્યમાં પ્રવૃત્ત થયે.
આ તરફ જેમ જેમ રાણીનું જમણું નેત્ર વિશેષ કરવા લાગ્યું, તેમ તેમ તેને મહેલમાં, ઉધાનમાં કે નગરમાં કોઈ પણ સ્થળે શાંતિ ન મળી. ચિત્તની ઉદાસીન વૃત્તિવાળી રાણી, ઉવાનાદિકમાં ફરી ફરી થાકી, છેવટે મધ્યાન્હ વેળાએ મહેલમાં પાછી આવી પોતાના પલંગ ઉપર શયન કર્યું અને ધીમે ધીમે કાંઈ નિદ્રા પામતી હોય તેમ નેત્રો મીચાયાં. થોડા વખત પછી વેગવતી દાસી હાથથી મસ્તક કુટતી, પગલે પગલે ખલના પામતી, અશ્રુધારાથી હૃદયને ભીજાવતી, રાજસભામાં આવી રાજાને કહેવા લાગી.
મહારાજા વીરધવળ મહારાણી ચંપકમાલાનું ” આ અર્ધાક્ય સાંભળતાં જ શકાતું દાસીને જોઈ ભયબ્રાંત થયેલે રાજા બેલી ઉઠય. “ હા દેવી ! વ વશથી શુ તરૂં આમંગળ થયું ? શું તારૂં જમણું નેત્ર ફરકતું હતું