________________
આ ચરિત્ર સંસ્કૃત ભાષામાં જ્યાં જ્યાં વાંચવામાં આવ્યું છે, ત્યાં ત્યાં તેટલું જ આવકારદાયક અને માનનીય થઈ પડયું છે.
આ ચરિત્ર ઉપર પૂણે ઢાળબંધ ગુર્જર ભાષામાં એક રાસ પણ રચાયેલો છે. જે રાસ શ્રી ભાસી હ માણેકે છપાવેલો છે. મૂળ સંસ્કૃત ચરિત્ર પણ શેઠ દેવચંદ લાલભાઈ પુરતોદ્ધાર પંડ તરફથી છપાઈ બહાર પાડેલ છે.
આ ચારિત્ર ઉપર ઘણું મનુષ્યના મન આકર્ષાયેલા હોવાથી હાલના પ્રયલિત ભાષામાં એટલે ગુજરાતી ભાષામાં બનાવી તેઓની ઈચ્છા પૂર્ણ કરવી એવા મારી મને વૃતિ થઈ અને તે પ્રમાણે વિક્રમ સંવત ૧૯૬૪ના ઉનાળા વખતમાં દક્ષિણ-પુનાની આજુબાજુના પ્રદેશમાં વિચારતાં આ ચરિત્ર મેં ગુજરાતી ભાષામાં લખવું શરૂ કર્યું અને પુનામાં રા. ઝવેરી મેતીચંદ ભગવાનની ધર્મશાળામાં ચતુર્માસ રહી પૂર્ણ કર્યું હતું.
આ ચરિત્ર પ્રથમ તે મેં અક્ષરાર્થ લખવા ધાયું હતું અને તે પ્રમાણે લખ્યું પણ હતું તથાપિ ચાલતા જમાનાના જીવને અનુસરીને લખતા નેવેલ પ્રમુખમાં જે ધારો લખવામાં કરવામાં આવે છે તે સુધારે અત્યારના વાંચક વર્ગન સન્માર્ગે દોરવાને મને યોગ્ય લાગ્યો અને તેમ કરવા માટે સંવત ૧૯૬૬નું આ ચતુર્માસ ગુજરાત પેથાપુરમાં રહી પૂર્વે લખેલ લેબ ઉપરથી અક્ષરાર્થ નહિ વળગી રહેતાં જ્યાં ભાગ્ય સુધારે વધારે કર મને ઠીક લાગે
ત્યાં તેવી રેતે કરીને આ ચરિત્ર ફરી લખવામાં આવ્યું છે, તેને લઈને મારે આ ઠેકાણે સ્પષ્ટ કહેવું જોઈએ કે મા ચારિત્ર મૂળ સંસ્કૃત ચારિત્રને આધારે લખવામાં આવ્યું છે તથાપિ તે ચારિત્રમાં છે તેટલું જ અને અક્ષરે અક્ષર લખવામાં નથી આવ્યું તેમ કના મૂળ આશયથી હું બિલકુળ વેગળે પણ ગયે નથી.