SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ મલયારી ચરિત્ર જ્ઞાની છે તેમજ દુઃખી જીને દાન આપવું, ત્રિકરણ શુદ્ધ શીયળ પાળવું, દેવનું પૂજન કરવું. જાપ કરે, તપશ્ચર્યા કરવી વિગેરે ઉપાય મહાપુરૂષોએ બતાવ્યા છે, માટે હે દેવી ! પુણ્ય પાર્જન નિમિતે આપણે અત્યારથી જ સાવધાન થવું. પુણ્યની પ્રબળતાથી, તેમજ દેવારાધન કરવાથી અંતરાય કર્મ દૂર થતા આપણને સંતાનની પ્રાપ્તિ થશે. એ વાત મને ચોક્કસ ખાત્રીવાળી અને નિઃસંશય લાગે છે ત્યારે આપણે ક્યા દેવની આરાધના કરીશું ? ” ચંપકમાલાએ જણાવ્યું, “સ્વામિનાથ ! આ પ્રશ્ન આપને કેમ ઉદ્ભવે ? દેવાધિદેવ, પરમપૂજ્ય, ઋષભદેવ પ્રભુ આપણા ઈષ્ટદેવ છે તેને શું આપ નથી જાણતા કે, કયા દેવની આરાધના કરવા વિષે આપે પ્રશ્ન કર્યો.” રાજાએ જણાવ્યું. પ્રિયા ! આપણા પરમપૂજ્ય, દેવાધિદેવ ઋષભદેવ પ્રભુને હું જાણું છું તથાપિ તે કેત્તર દેવ હાઈ વીતરાગદેવ છે. સંસારકાર્યના નિમિતે લોકોત્તર દેવને આરાધવાથી સમ્યકત્વની મલીનતા થાય છે. એ વાત આપણે સદ્ગુરૂના મુખેથી સાંભળી હતી. વળી તેઓ વીતરાગ હોવાથી આપણને સંતતિનું સુખ કેવી રીત આપશે ? આજ કારણ આ પ્રશ્ન ઉત્પન્ન થવાનું છે. ચંપકમાલાએ જવાબ આપે. સ્વામિનાથ ! આ શંકા ઉત્પન્ન થવા એગ્ય છે. તથાપિ સંતતિ પ્રાપ્તિ નિમિતે દેવઆરાધના ગણ કરી મુખ્યત્વે અંકરાર્ય કર્મ
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy