________________
મલય સુંદરીનું ચરિત્ર નગરીની શોભા થઈ આવી વિજયચંદ્ર પ્રજાને પાછી લાવી. મૂળ અમાત્યને પ્રધાનપદ પર સ્થાપન કર્યો. પ્રધાનાદિ પ્રજા સમુદાયે રાજ્યાસન પર વિજયચંદ્રને અભિષિકત કર્યો. વિજયચંદ્ર પણ પુત્રની માફક પ્રજાનું પાલન કરવા લાગ્યા. તેના પ્રતાપરૂપી સૂર્ય અન્યાય અંધકારને દૂર કરી વિપક્ષને -શત્રુરૂપ કૌશિકને-ઘુવડને વિશેષ દુસહ થયે.
પ્રકરણ ૭ મું
પરોપકારને બદલે
ગુણવર્માને અર્ધાસન પર બેસારી કૃતજ્ઞ રાજા વિજ્યચંદ્ર નમ્રતાથી જણાવ્યું “ગુણવર્મા ! આ સર્વ રાજ્ય તમારી સહાયથી જ મળ્યું છે, તે આ રાજ્યમાંથી તમારી ઈચ્છાનુસાર ગ્રહણ કરી તમારા કરેલા ઉપકારમાંથી મને અણુ ૨હિત કરે ”
ધન્ય છે કૃતજ્ઞ સ્વભાવવાળા ઉત્તમ પુરૂષને ! તેઓ કદાપિ પિતાના ઉપકારીને ભૂલી જતા નથી. પણ ગમે તે ભોગે પિતાના ઉપકારીને તેને બદલે આપે જ છે
ઘણું જ નમ્રતાથી ગુણવર્માએ જવાબ આપ્ટે. મહારાજા વિજયચંદ્ર! મને આ રાજ્યની કાંઈ જરૂર નથી, પણ જો તમે ઉપકારનો બદલો આપવા ઈચ્છતા જ હે તો, ચંદ્રાવતી નગરીમાં લેભાકાર અને લેભનંદીને તમે