________________
૩૧
અપકારી ઉપર ઉપકાર ત્યાં બેસી ગયે, અને સાહસ કરી ઘાથી રાક્ષસનાં પગનાં તળી મર્દન કરવા લાગ્યા, આ બાજુ વિજયચંદ્ર પણ સ્વૈભિની અને વશીકરણ વિદ્યાનો જાપ શરૂ કર્યો, મનુષ્યની ગંધ આવવાથી રાક્ષસ વારંવાર પલંગમાંથી બેઠો થાય છે, ત્યારે ગુણવર્મા પણ ઘણી ઝડપથી તેના પગ મર્દન કરે છે. પગ મદનથી વિશેષ સુખ થતાં થોડા જ વખતમાં રાક્ષસ નિદ્રાળની માફક શય્યામાં આળોટવા લાગ્યા. આ બાજુ મંત્ર જાપ પર થયા કે ગુણવર્માએ પગ મર્દન કરવાનું બંધ કર્યું અને બન્ને જણ રાક્ષસની સન્મુખ આવી ઉભા રહ્યા. પિતાની સામે ઉભેલા મનુષ્યોને જોઈ રાક્ષસ તેને મારવા ઉઠયો. પણ મંત્રના પ્રભાવથી સ્વંભાએ રાક્ષસ, દાંત વિનાના સર્પની માફક, તેઓને કાંઈ પણ દુઃખ આપી ન શક્યો. છેવટે વિષાદ કરતે, દિશાઓને જેતે, સ્તબ્ધપણે શામાં જ પડ્યો રહ્યો. જ્યારે પિતાનું કાંઈ પણ જેર તેઓ પ્રત્યે ન ચાલ્યું ત્યારે શાંત થઈ રાક્ષસ બોલ્ય.
મંત્રબળે મંત્રિત કરવાથી આજે હું તમારે ઠાસ થયે છું. માટે મને આદેશ આપે કે મારે અત્યારે તમારું શું પ્રિય કરવું ? ”
રાક્ષસને સ્વાધીન થયેલે જાણે વિજયચંદ્ર જણાવ્યું કે, હે રાક્ષસેંદ્ર! તું અત્યારથી આ નગરી પ્રત્યેનું વેર મૂકી દે, પૂર્વની માફક શેભાથી ભરપૂર નગરી બનાવ, ભંડારે ધનધાન્યથી ભરપુર કર.”
વિજયચંદ્રના કહેવા મુજબ રાક્ષસે તેમ કરવાની હા કહી. દિવ્ય શક્તિથી થોડા જ વખતમાં પૂર્વની માફક