________________
વાવસુંદરી હિ પિતાના ક્રોધને રાત કરી મારા પિતા તથા કાકાને મુક્ત કરશે. કારણ કે તેણે જ તેમને સ્વૈભિત કર્યા છે. ”
અહા ! કેવું પુત્રનું પિતૃવાત્સલ્ય! કેવી ભક્તિ ! કે પ્રેમ ! પિતાને દુઃખથી મુક્ત કરવા માટે આવા દુષ્ટ શાક્ષસના પંજામાં સપડાવ નું પણ તેને સ્વીકાર્યું છે, કેમકે અત્યારે રાક્ષસના ચરણ ઘીથી મર્દન કરવાનું કામ તેને સોંપવામાં આવ્યું છે.
વિજયચંદ્ર કહે છે “ગુણવર્મા ! તમે જ્યારે રાક્ષ સના ચરણનું ઘીથી મર્દન કરશે, એ અવસરે, સ્વૈભિની વિદ્યાનો એક હજાર જાપ કરી અંતમૂહૂર્તમાં હું તેને
સ્થંભીને સ્વાધીન કરી લઈશ.” આ પ્રમાણે પરસ્પર સંકેત - કરી શાંતપણે તે બન્ને યુવકે રહ્યા છે. એ અવસરે જાણે બીજે જ અંધકાર હેય નહિ, તેમ ભય આપતે રાક્ષસ તે મહેલમાં દાખલ થયો. દાખલ થતાં જ તે બોલવા લાગ્યું અરે આજે આ મહેલમાં મનુષ્યની ગંધ કથાંથી આવે છે! ભદ્દે વિજયા! શું મહેલમાં આજે કોઈ મનુષ્ય આવ્યા છે? તેની ખબર હોય તે તું કહે. હું તેઓને હમણાં જ પ્રાણથી મુક્ત કરું. | વિજયાએ જવાબ આપે. “ હા હું પોતે જ માનુષી છું. આંહી તમારા ભયથી બીજા મનુષ્યને પ્રવેશ ક્યાંથી હોય ?” આ પ્રત્યુત્તર સાંભળી વિશ્વસ્તપણે રાક્ષસ એક પલંગ ઉપર સુતો. વિજયા તત્કાળ ત્યાંથી એક બાજુ ખસી ગઈ, તેને બદલે રાણીને વેશ પહેરેલ ગુણવર્મા