________________
४२०
મલયસુંદરી ચરિત્ર
મહાબળ મહામુનિ ખડ્રગની ધાર સમાન તીવ્ર વતને પાલન કરતા અનુક્રમે સિદ્ધાંતની પારાગમી થઈ ગીતાર્થ થયા.
આ દ્ધાર માટે ભગીરથ પ્રયત્ન કરનાર મહાબળ. મુનિને ગીતાર્થ હોવાથી એકાંકી વિહાર કરવા માટે પણ ગુરૂજીએ આજ્ઞા આપી. પોતાના કલિષ્ટ કર્મ ખપાવવા. નિમિત્તે તેઓએ પણ સમુદાયથી પૃથુફ ઉચિત ગયું. સમુદાયથી પૃથક થઈ જીર્ણવને, જંગલે. મશાન, પહાડ અને ગિરિકંદરા પ્રમુખમાં નિવાસ કરી નિરતિચાર વ્રત પાલન કરતાં આત્મધ્યાનમાં લીનતા કરવા લાગ્યા.
આ મહાત્માની આત્મ ધર્મમાં નિશ્ચળતા મેરૂની માફક હતી. પૃથ્વીની માફક સર્વ પરિગ્રહે સહન કરવાની સહનશીલતા હતી. તેની મુખમુદ્રા ચંદ્રની માફક સૌમ્ય યાને શાંત હતી. આકાશની માફક તેને કઈ તરફના. આલંબનની જરૂર ન હતી. શંખની માફક રાગાદિકથી નહિ રંગાવા રૂપ નિરંજનતા હતી. પ્રથમ સંગરંગમાં અને પછી શાંત રસમાં રહી અંતરંગ શત્રુઓના-કામ ક્રોધાદિનો નાશ કરતા હતા. અનુક્રમે પૃથ્વી તટપર વિચરતાં એક વખત સાગરતિલકપુરના બહારના વનભાગમાં સંધ્યા વેળાએ એકાંકી મહાબળમુનિ આવી પહોંચ્યા, કિલષ્ટકર્મ ખપાવવાં અને શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું, એ જ જેમનું લક્ષબિન્દુ હતું. તેથી તરત જ તે વનના એક ભાગમાં કાર્યોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થપણે ઉભા રહ્યા.