________________
મહાળ અને મલયસુંદરી સયમ માગ માં ૪૧૯
મહાબળની સાથે અનેક રાજપુરૂષોએ ચારિત્ર અગિકાર કર્યુ. તેમજ રાણી મલયસુ ંદરાની સાથે પણ અનેક રાજવની તેમજ અન્ય સ્ત્રીઓએ ચારિત્ર લીધું.
દિક્ષા લીધા પછી મહાબળાદિ મુનિઓને ગ્રહણ, આસેવનાદિ શિક્ષા અર્થે સ્થવિર મુનિઓને સોંપવામાં આવ્યા તથા સાધ્વી મલયસુંદરી પ્રમુખને મહત્તરા સાધ્વીને સોંપવામાં આવી.
બન્ને પ્રકારની શિક્ષા પાલન કરતા પૃથ્વીસ્થાનપુરામાં કેટલેાક વખત રહી જ્ઞાનદિવાકર ગુરૂ સાથે મહાબળ મુનિએ અન્ય સ્થળે વિહાર કર્યાં. સાધ્વી મલયસુંદરી પણ પેાતાની મહત્તર! સાધ્વી સાથે અન્ય સ્થળે વિહાર કરી ગયાં.
તેઓ પૃથ્વી તટપર જુદા જુદા સ્થળે વિચારતાં જ્ઞાન ધ્યાનથી પોતાના આત્માને કૃતાર્થ કરતા હતા. વચમાં આંતરે પૃથ્વીસ્થાનપુર અને સાગરતિલકપુરમાં આવી તે અન્ને પુત્રાને ધર્મોમાં ઉત્સાહ પમાડતા અને વ્યસન સેવનથી નિવારણુ કરતા હતા.
ગુરૂ શિક્ષાથી પેાતાને કૃતાર્થ માનતા તે બન્ને ભાઇએ આપસમાં દૃઢ સ્નેહુવાન થયા અને ધમ મા માં પણ સાવધાન થયા.
કાળાંતરે તે બન્ને રાજાએ એટલા બધા ધર્મોમાં સાવધાન થયા કે બીજાઓને પણ તે સત્યમગને એષ
કરવા લાગ્યા.