________________
મહાબળ અને મલયસુંદરી સયમ માગ માં
૪૨૧
એ અવસરે ઉદ્યાનનેા પાલક માળી ફરતા ફરતા ત્યાં આવ્યેા. તેણે કાર્યાત્સગ મુદ્રામાં રહેલા તે મુનિને જોયા. જોતાં જ તેણે તેને એળખી લીધા. તરત જ ત્યાંથી ચાલી નીકળી જ્યાં શતખળ રાજા હતા, ત્યાં શહેરમાં આળ્યે, આવીને રાજાને નમસ્કાર કરી વધામણી આપી કે મહારાજ ! આપના પૂજ્ય પિતાશ્રી મહાબળમુનિ એકાંકીપણે આપના ઉંઘાનના એક ભાગમાં આવીને ધ્યાનસ્થ ગે રહ્યા છે.
અ. વધામણી સાંભળતા જ હર્ષોંથી રામાંચિત થયેલા રાજાએ તે વનપાળને વધામણીમાં વાંચ્છિત દાન આપ્યું.વનપાળ પાછા ગયે.રાજા વિચાર કરવા લાગ્યા અત્યારે સ`ધ્યાસમય થઈ ગયા છે. રાત્રિની શરૂઆત થઈ ચુકી છે તેા પ્રાતઃકાળે સવ પિરવારને સાથે લઈ પૂજ્ય પિતાશ્રી ગુરૂવર્ય ને વંદન કરવા માટે જઈશ. ખરેખર હું ધન્યભાગી છું અને આ શહેર પણ આજે પવિત્ર થયુ' કે અમારા પુણ્યાદયથી આકર્ષાઈ આજે ગુરૂમહારાજ અહીં પધાર્યાં છે. આ પ્રમાણે ખેલતાં રાજાએ પગમાંથી પાદુકાઓ દૂર કરી, સાત આઠ પગલાં સન્મુખ જઈ ત્યાં રહ્યા છતાં જ તે દિશા તરફ ઊભા હી મહાન ભક્તિથી ૫'ચાંગ વના કરી અને પૂજ્ય પિતાના મુખાદિ જોવાની ઉત્કંઠાથી રાજાદિ સર્વ પરિવારે તે રાત્રિ ઘણા કબ્જે પસાર કરી.