________________
ધમ દેશના
૪૧૭
વિચાર તરંગાથી હાલી ચાલી રહ્યુ' છે, માટે વિષય કષાયને અભાવ અને અનેક વિતર્કોની શાંતિ જ્યાં સુધી નહિ થાય, ત્યાં સુધી શુદ્ધ આત્મરત્ન જોવાની કે પ્રાપ્ત કરવાની આશા રાખવી વ્યર્થ છે, આજ કારણથી આત્મવિશુદ્ધિ માટે ખાદ્ય અને અંતરંગ ઉપાધિએને ત્યાગ કરવા જોઈએ, તેાજ નિત્ય, અવિનાશી આત્મિક સુખ પ્રગટ થાય છે અને નિરંતર સુખી થવાય છે.
હે રાજન્ ! જો સત્ય સુખની અભિલાષા હાય તે આ ક્ષણભંગુર દેહ અને વિયેાગશીળ રયદિમાં આસક્ત ન થતાં આત્મસાધન માટે પ્રયત્ન કરવે, તે તમારા જેવા સમજી મનુષ્યાને ચેાગ્ય છે,
દેહના નાશ અવશ્ય છે. માનવ જન્મ ફ્રી ફ્રી મળવા મુશ્કેલ છે. આ ક્ષણભંગુર દેહથી પણ ઉત્તમ આત્મધર્મ પ્રગટ થતેા હાય તા કયા સમજી મનુષ્ય પ્રમાદ કરે ?
ઈત્યાદિ ગુરૂમહારાજ તરફથી ધમ દેશના સાંભળી મહામળરાજા આત્મસાધના કરવા માટે સાવધાન થા.. આજ પ્રભાતથી જ પોતે સાવધાન થઈ રહ્યો હતા, તેમાં ગુરૂજીના ઉપદેશે વિશેષ વધારા કર્યા.
૨૨૭