________________
મહાબળના વૈરાગ્ય
૪૧૩૩
છું ? ચાક્કસ નિય કર્યો કે હું જાણું છું ત્યારે કર્યુ. ઘર ખળે છે ? આના ભાવાશે ? વિચારમાં ઊંડા ઉતરતાં વધારે પ્રકાશ થયા-યાતિ થઈ. તેમાં પિતાશ્રીની સવેગ રસમાં ઝીલતી શાંત મૂર્તિ દેખાઈ મૂર્તિ જરા વરમાં લાપ થઈ ગઈ. પણ તે વિચાર શ્રેણીને! પ્રવાહ. આગળ વધ્યેા, પિતાશ્રીએ આદર કરેલા સંયમ મા યાદ. આબ્યા અહા ! ધન્ય છે મારા પૂજ્ય પિતા સુરપાળને ! અને ધન્ય છે મારા સસરા વીરધવળને ! જેએ બળતા અરણ્યની માફ્ક રાજ્યતંત્રને ત્યાગ કરી સયમ મા સ્વીકારી આત્માન્નતિના નિકટ રસ્તા લીધા છે.
અહા ! હુ કેટલા બધા પ્રમાદી ! અન્ય જન્મમાં કરેલ સુકૃત તથા દુષ્કૃત અનુભવવા છતાં પણ તે સુખમય માને અંગીકાર ન કરતાં વિષય સુખમાં લુબ્ધ થઈ રહ્યો છું. આ મારી છેવટની સ્થિતિમાં કોઈ પણ રીતે આત્મન્નોતિ કરવી, જન્મ મરણનાં ચક્રોથી વિમુક્ત થવુ અને શાશ્વતસુખ મેળવવું તેજ ચેાગ્ય છે, આ વખતે પ્રમાદ કરી ક્ષણભંગુર અને વિરસવિપાકવાળા વિષર્ચામાં વિશેષ વખત વહન થવા દઈશ તેા આયુષ્ય પૂર્ણ થતાં મને માટે પ્રશ્ચાતાપ થશે. મનના મનેારથા મનમાં રહેશે. આ એક ભૂલ અનેક ભૂàા ઉત્પન્ન કરશે. પાપવૃત્તિ, પાપવૃત્તિઓને વધારશે અને છેવટે આ વિષમ સંસારચક્ર અતિ વિષમ થઈ પડશે. જ્ઞાનીઓએ શુ' આવતા દિવસની રાહ દેખી છે? જાણ્યુ અને તરત જ પ્રવૃત્તિ કરી છે ?