________________
૪૧૨
મલયસુંદરી ચરિત્ર એક વિદ્વાન કહે છે કે, “મને કઈ નમસ્કાર કરે તે હું તેને આશીર્વાદ આપી શકું કે તારા માથે અસહ્ય દુઃખ કે મોટી આફત આવી પડજે.” આ કહેવાને આશય એટલે જ છે કે દુઃખી અવસ્થા વિચાર કરતાં -શીખવે છે, સહનશીલતામાં વધારે કરાવે છે, ટાઢ તાપદિ સહન કરવાને લાયક શરીર બનાવે છે, દેશાટન કરાવે છે, અનેક મનુષ્યને સમાગમ કરાવે છે, ટુંકમાં કહીએ તો ગુપ્ત રહેલી મનુષ્યની અમાનુષી શકિત-દૈવી શકિત પણ દુઃખી અવસ્થા જ બહાર લાવી આપે છે.
' મહાબળ કાંઈ એટલે બધે ધર્મથી પતિત થયે ન હતું તથાપિ તેને આત્મા દ્ધારનું જે પરમ કર્તવ્ય કરવાનું હતું તે વિસ્મરણ થયું હતું. રાજ્ય પ્રપંચ અને વ્યવહાર માર્ગમાં પ્રવેશ કર્યાને તેને ઘણે વખત થઈ ગયે હતો. એક દિવસ તે પાછલી રાત્રિએ જાયત થયે. રાત્રિ શાંત હતી. મનુષ્યને સંચાર કે શબ્દ સંભળાતો નહોતે. હું કોણ અને મારું કર્તવ્ય શું ? આ મારશે યાદ આવ્યાં વિચાર સૂર્યોદયનું એક કિરણ બહાર આવ્યું, કાંઈક પ્રકાશ થયે, શાંતિ વળી તેની સાથે બીજું કિરણ દેખાયું નહિ ચિંતામહે રિતે વિમા સુમામિ એ કલેક યાદ આવે ઘર બળી રહ્યું છે, હું શા માટે સુતે છું ? શા માટે બહાર નીકળી નથી જતે ચારે આજુ નજર કરી, એક પણ ઘર બળતું ન દીધું. ત્યારે આ હું શું બોલું છું ? હું જાણું છું કે સ્વપ્નમાં