________________
૪૧૪
લ′ દુરી ચરિત્ર
એક ક્ષણુ પણ અનેક વિધ્નાથી ભરેલી છે. હવે તે! મારે હમણાં જ આત્મન્નોતિ માટે પ્રયત્ન કરવા તૈયાર થવું. ઇત્યાદિ મનેારથા અને નિશ્ચય કરતાં પ્રભાત થવા આવ્યુ શય્યાથી ઉઠી આવશ્યકાદિ ષટ્કમ કરી વિરક્ત રાજા રાજસભામાં આવી છેઠે.
જ્યાં ઈચ્છા છે ત્યાં માગ છે. જેટલી પ્રબળ ઈચ્છા, તેટલેા જ તે નજીક છે. આ અવસરે વનપાળકે આવી વધામણી આપી કે મહારાજા ! જ્ઞાનદિવાકર ગુરૂમહારાજ આપણા ઉદ્યાનમાં આવી ઉતરેલા છે. આપની નિત્યની આજ્ઞા મુજબ તેઓશ્રીને સગવડ અમે આપી છે.
પોતાના મનેાથાને મદદ કરનાર કે સિદ્ધ કરનારના સમાચાર સાંભળી રાજાના આનંદના પાર ન રહ્યો. ખરે ખર હું ધન્યભાગી છું. મારા મનેરથાની સાથે જ જ્ઞાની ગુરૂનું આગમન થયું છે. મારા ઉત્તમ ભવિષ્યની સિદ્ધિની આજ નિશાની છે કે ઈચ્છા થતાં મદદગાર તૈયાર, દરેક સાધન અનુકુળ. રાજા તત્કાળ સિંહાસનથી નીચે ઉતરી પડયા, પાદુકા કાઢી નાખી, ઉત્તરાસન કરી જે દિશામાં ગુરૂમહારાજ આવી ઉતરેલા હતા તે દિશા સન્મુખ સાત, આઠ પગલાં જઈ પંચાગ પ્રણામ કર્યાં. વધામણી લાવનારને પારિતોષિક દાન આપ્યું અને તરત જ સભા ખરખાસ્ત કરી ગુરૂ મહારાજને વંદન કરવા જવાની સર્વ તૈયારીઓ કરી ઘેાડાક વખતમાં તૈયારી થતાં મહારાજા મહાબળ, પોતાની રાજસભા, નગરના લેાકેા અને મલયસુંદરી પ્રમુખ