________________
તે મચ્છ કોણ હતો?
૩૮૫ સુરપાળ રાજાદિ રાજકુટુંબને ઘણે હર્ષ થયે તેમના આનંદનો પાર ન રહ્યો અહા ! ગુરૂ સિવાય અજ્ઞાન અંધકાર કેણુ દૂર કરે ? ગુરૂ સિવાય જ્ઞાનનેત્ર કેણ આપે ગુરૂ સિવાય પરમ શાંતિનું કારણ કેણ બતાવે ? ધન્ય છે ગુરૂવર્યના તાત્વિક જ્ઞાનને !
પ્રકરણ ૬૦ મું
તે મ કેણ હતા? આ જ્ઞાની ગુરૂ જ મારે સંશય દૂર કરશે. ખરેખર સૂઈ સિવાય અંધકારને દૂર કરવાનું કાનામાં સામર્થ્ય છે? ઈત્યાદિ વિચાર કરતા રાજાએ ગુરૂમહારાજને પ્રશ્ન કર્યો.
સુરપાળજ્ઞ નદિવાકર ! પ્રભુ! અમને મેટું આશ્ચય થાય છે કે સમુદ્રમાં પડેલી મલયસુંદરીને તે મ પાર કેમ ઉતારી ? એનામાં એવું તે શું જ્ઞાન હતું કે તે વારંવાર પાછું વાળી વાળી સ્નેહની દષ્ટિથી તેના સન્મુખ જોત જેતે સમુદ્રમાં ચાલ્યા ગયે ?
ચંદ્રયશાકેવલી-રાજન! મલયસુંદરીની વેગવતી નામની ધાવમાતા અંત અવસરે આર્તધ્યાને મરીને આ સમુદ્રની અંદર તે હાથી આકારના મચ્છપણે ઉત્પન્ન થઈ છે. ભારંડ પક્ષીના મુખમાંથી જ્યારે મલયસુંદરી નીચે સમુદ્રમાં પડી એ અવસરે દેવગે તે મછ પાણી ઉપર તરત હતો તેની જ પીઠ પર તે આવી પડી. મ-૨૫