________________
૩૮૬
મલવણું કરી ચરિત્ર મલયસુંદરી ઉચ્ચ સ્વરે નવકાર મંત્રને સ્મરણ કરતી હતી, તે મચ્છને સાંભળવામાં આવે, સાંભળી ઉહાપોહ કરતાં તે મચ્છને સદ્ભાગે પૂર્વજન્મનું જાતિ. મરણ જ્ઞાન થઈ આવ્યું. પોતાની પીઠ પર કેણ આવી પડયું છે, તે જોવા માટે પિતાની ડોક પાછી વાળી જતાં તેણે મલયસુંદરીને દીઠી. તેને જોતાં જ પૂર્વના પરિચયવાળી પોતાની ધવપુત્રીને તેણે ઓળખી લીધી. | મચ્છ વિચારમાં પડે અહો ! આ મારી અન્ય જન્મની પુત્રી, આવી વિષમ આપત્તિમાં કેમ આવી પડી હશે ? આવી અધમ તિર્યચની સ્થિતિમાં હું તેને કેવી રીતે સહાય આપું ? હું તેને બીજી મદદ કરવા અશક્ત છું છતાં મારાથી એટલું તો બની શકે તેમ છે કે આવી જ સ્થિતિમાં પીઠપર રહેલી સ્થિતિમાં તેને કેઈ મનુષ્યની વસ્તુવાળી જમીન પર લઈ જઈ મૂકું. ત્યાર પછી તે કેઈપણ પ્રયોગથી પિતાના બંધુવન જઈ મળશે.
આ પ્રમાણે વિચાર કરી તે મચ્છે તેને સમુદ્રમાંથી સુખે સુખે લાવી સમુદ્રના કિનારા પર બહાર મૂકી દીધી, કેમકે આગળ ચાલવાની તેની ગતિ બીલકુલ ન હતી.
પુત્રીપણાના નેહથી વારંવાર ગ્રીવા પાછી વાળી જેતે અને ખેદ પામતે તે મચ્છ પાછે સમુદ્રમાં ચાલ્યો ગયો. 1 સુરપાળ-ભગવન ! તે મચ્છ હવે પછી કઈ ગતિમાં જશે ?
ચંદ્રયશાકેવલી-જાતિસ્મરણ થયા પછી તે ધાવમાતાને જીવ નિરંતર નિર્દોષ છોને સંહાર ન થાય તે