________________
હસ્થધામ
૩૮૩
(૧૧) ઔષધવત આત્માને યા આત્મગુણને જેનાથી પુષ્ટિ મળે તે પૌષધ ઉપવાસાદિ તપ કરે. ૨. પાપવાળા સદોષ વ્યાપારને સર્વથા ત્યાગ કર ૩. બ્રહ્યચર્ય પાળવું અને ૪. શરીરની અભંગનાદિ શુશ્રુષાને ત્યાગ કરવો. આ ચાર પ્રકારની ક્રિયા પૂર્વક ચાર કે આઠ પહોર પર્યત ધર્મ ધ્યાનમાં પ્રયત્નવાન રહેવું તે વૈષધવૃત છે. નિરંતર ન બની શકે તે પર્વતિથિએ તો અવશ્ય આ પષધ કરે.
(૧૨) અતિથિ સંવિભાગ–પરમશાંતિના માર્ગમાં પ્રયાણ કરવા માટે જેઓએ સર્વથા ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો છે તેવા અતિથિ, ત્યાગી, મુનિ, વિગેરે ઉપનામથી ઓળખાતા મહાત્માઓને અન્ન, પાણ, પાત્ર, વસ્ત્ર અને મુકામાદિ, તે માર્ગમાં ઉપરોગી અને માર્ગના આધારભૂત વસ્તુઓનું દાન આપવું તેને અતિથિસંવિભાગવત કહે છે.
આ ગૃહસ્થ ધર્મને ચગ્ય પહસ્થનાં વતે છે. આ સિવાય પણ તેઓએ નિરંતર દેવાધિદેવની પ્રતિમાનું પૂજન-વંદન કરવું. તીર્થ યાત્રા કરવી, અનુકંપાબુદ્ધિથી દુઃખીયા જીવોનો ઉદ્ધાર કરે. ધર્મવ્યાખ્યાને સાંભળવાં ધર્માચાર્યની આજ્ઞા શીર પર ઉઠાવવી. સ્વધર્મ બંધુઓને અને બહેનોનો ઉદ્ધાર કરે. તેઓને જોઈતી મદદ આપી ધર્મમાર્ગમાં સ્થિર કરવાં, જ્ઞાનના ઉત્તમ ભંડારે બનાવી તેનું રક્ષણ કરવું સાનશાળાઓ સ્થા ન કરવી.
હે રાજન ! રાજાઓએ અને ધનાઢયેએ બીજા પણ અનેક લોકોપયોગી, પ્રજા ઉપગી કાર્ય કરી ગૃહસ્થ