________________
૩૬૭
પરમશાંતિ શાથી મળે ? ચાલનાર હોવા જોઈએ. ક્રિયામાર્ગમાં મદદ કરનારની આવશ્યકતા જણાવી હવે ક્રિયામાર્ગ બતાવવામાં આવે છે.
- સંયમ અને તપ સંયમ અને તપ આ બે કિયામાગે છે. જ્ઞાન સાથે હોવું જોઈએ. જ્ઞાન પ્રકાશરૂપ છે. સંયમ આવતાં કર્મ રોકે છે અને તપ આવેલ કર્મ કાઢી નાખે છે. એક દષ્ટાંતથી તે વાત તમને સ્પષ્ટ સમજાશે.
રાજમાર્ગ ઉપર અનેક બારીબારણાવાળે એક મહેલ હતો. તે બારી બારણાથી રસ્તા ઉપર ઉછળતાં ધૂળ આદિનાં રજકણો ઉડી ઉડી તે મહેલમાં ભરાતાં હતાં મહેલ ઘણે સુશોભનિક હતા, છતાં આ ધુળ પ્રમુખથી ઘણે ખરાબ દેખાતો હતો. અંદર તો ગાડાં ભરાય તેટલી ધુળ ભરાઈ હતી મહેલની આવી દશા થયા છતાં તેના માલિક તે ઘોર નિંદ્રામાં ઘોરતો હોય તેમ સુતો પડે હતે. અર્થાત્ તેની બીલકુલ સાર સંભાળ કરતો નહોતો. તેને ભાન પણ ન હતું કે મારે સુંદર મહેલ આવી દુર્દશામાં આવી પડે છે. તે ઓરડામાં એક ભાગમાં પડયે રહેતા હતો. એક દિવસ તેણે એક દીપક કર્યો. તેને પ્રકાશ મહેલના મધ્ય પ્રદેશમાં પડે. તે પ્રકાશમાં તેણે મહેલમાં ભરાયેલી ધૂળ, કચરો વિગેરે દીઠાં. તે જોતાં જ તેને ઘણે ખેદ થયો. પિતાના સુંદર મહેલની આવી દુર્દશા તરત જ તેને મહેલ સાફ કરવા કે સુધારવા પ્રયત્ન કર્યો. દીપક મહેલના મધ્ય પ્રદેશમાં લાવી મુકો. તેથી મલમાં