________________
૫૪ - મલયસુંદરી ચરિત્ર લાગેલાં છે તેવા નાના નાના ગુચ્છાએ કાપી નાખે એટલે આપણું કામ સિદ્ધ થશે.
પાંચમો પુરૂષ છે. તમારા બોલવામાં હજી પણ સુધારે કરવા જેવું છે. નાના, નાના ગુચ્છાઓ કાપી નાખવા તેમાં પણ કેટલાંએક પાંદડાં અને કાચાં જાંબુ નિરર્થક જવાનો સંભવ છે, માટે આપણામાંથી કેઈ ઉપર ચઢી જાઓ અને જ્યાં જ્યાં પાકાં જાંબુ હોય તે વીણી ત્યે એટલે આપણને જાંબુ મળશે અને ઝાડનાં ડાળાં, પાંદડાને પણ નુકસાન નહિ પહોંચે.
છઠ્ઠો પુરૂષ બલ્ય આપણ સર્વને જાંબુની જ જરૂર છે ને? તે આ વૃક્ષ નીચે પાકેલાં જોઈએ તેટલાં જાંબુ પડયાં છે, જે જાંબુને માટે તમે આટલી મહેનત કરવા ધારો છે તે જાંબુ આપણને અનાયાસે જઈ એ તેવાં અને તેટલાં મળે છે, માટે આ નીચે પડેલાં જ વીણી ખાઓ
આમ એક જ કાર્ય માટે મનુષ્યનાં તારતમ્યતાવાળા વિવિધ વિચારે જોવામાં આવે છે.
આ પરિણામ કે માનસિક વિચાર કિલષ્ટ, લિષ્ટતર કિલષ્ઠતમ અથવા જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ જેટલા માપમાં પ્રબળ કે નિર્બળ હોય, તીવ્ર કે મંદ હાય, તેટલા જ પ્રમાણમાં તીવ્ર કે મંદ કર્મ બંધ થાય છે અને તેને ઉદય આવેલે કર્મવિપાક-કર્મરૂપ પણ તેટલે જ તીવ્ર કે મંદ હોય છે.