________________
ઉપર
મલયસુરી ચરિત્ર
આ જગતમાં દેખાય છે તેનું કારણ શું ! આ વિચાર તમને ઘણું જ ઉપયોગી છે. આ જગત શું છે ? પ્રકરણમાં તમને સમજાયું હશે કે જડ અને ચીતન્ય, એ બે વસ્તુ છે. શૈતન્ય, આત્મા પોતે છે અને અજીવ યાને જડ વસ્તુ તે આત્મા નથી, પણ આત્માથી ભિન્ન છે. આ જડ વસ્તુ ઉપર જેટલે જેટલે મમત્વ થાય છે, મારાપણું થાય છે, મનાય છે, ઈષ્ટવસ્તુથી રાગ થાય છે અથવા ઈષ્ટવસ્તુમાં આસક્તિ થાય છે. અનિષ્ટ વસ્તુથી કે અનિષ્ટ વસ્તુમાં ઠેષ થાય છે; ઈર્ષા થાય છે. કલેશ થાય છે, તે પ્રસંગે આત્મા તે તે વસ્તુમાં તે તે આકારે પરિણમે છે, તન્મય થાય છે, તે તે પરિણામને આધારે આત્મા નવીન કર્મને બંધ કરે છે, જે જે કે જેટલું એટલે રસે આત્મા પરિણમ્યો હોય, તેવે તેવે પ્રકારે તેને રસ પાડે છે, તેવે તેવે પ્રકારે તે તે કર્મનો સ્વભાવ બંધાય છે અને તે તેને પ્રકારે તે તે કર્મની સ્થિતિ સ્થાપિત થાય છે. ત્યાર પછી જ્યારે જ્યારે તે કમ ઉદય આવે છે, ત્યારે ત્યારે તે તે કમ ભોગવવા માટે નાના પ્રકારના આકાર ધારણ કરવા પડે છે. આ આકાર ધારણ કર્યો, કર્મ ઉદય આ વ્યાં એટલે વિચિત્રતાની શરૂઆત થઈ ચૂકી.
આથી ફલીતાર્થ એ થયો કે આ વિચિત્રતાનું મૂળ કારણ ઈષ્ટનિષ્ટ પદાર્થો પર પરિણામની વિષમતા થવી તે રાગદ્વેષની લાગણી ઉત્પન્ન થવી તે છે