________________
માવદરી ચરિત્ર
દુખને અનુભવ કરતાં નજરે પડે છે. આ દુઃખ ક્ષણિક છે કે આત્યાંતિક છે? તેને નાશ થઈ શકે તેમ છે કે નિરંતર આમને આમ મુંગે મોઢે તેનો અનુભવ કર્યા જ કરે પડે છે તે સ બંધમાં મનુષ્યએ અવશ્ય વિચાર કરે જોઈએ. જનાવર કરતાં મનુષ્ય ઉત્તમ છે કારણ કે તેમના કરતાં મનુષ્યમાં વિચારશક્તિ પ્રબળ છે. પશુઓ કરતાં મનુષ્યમાં મન વિશેષ સ્પષ્ટ છે અને તેથી ગમે તે જાતને તે વિચાર કે નિર્ણય કરી શકે છે અને પછી તેના પ્રતિકાર નિમિતે તે પ્રયત્ન પણ કરી શકે છે આટલું છતાં અરે ! અસીમ સામર્થ્ય છતાં પણ તે દુઃખના મૂળ કારણે શોધવા કે દુઃખને વિનાશ કરવા મનુષ્ય વિચાર કે પ્રયત્ન ન કરે તો તે મનુષ્યપણું તેમનું શા ઉપગનું છે ? પશુઓમાં અને મનુષ્યમાં પછી શાને તફાવત? તેના જેવું બીજું શોચનીયપણું શું હોઈ શકે ?
દરેક મનુષ્ય વિચાર કરે જોઈએ કે હું કેણ છું ? આ જગત શું છે ? આ વિચિત્રતાનું કારણ શું? પરમશાંતિ શાથી મળે ?
પિતાના મંદ ક્ષયોપશમથી-વિચારની કે વિશુહિના મંદ પ્રબળતાથી આ વાતને નિર્ણય પિતે ન કરી શકે તે અવશ્ય તે ખુલાસો સદ્દગુરૂ પાસેથી મેળવી જ જોઈએ. જે મનુષ્ય પોતાના ભલા માટે પણ પ્રયત્ન નથી કરતે તે મનુષ્યપણાને લાયક કેમ ગણાય છે