________________
ચંદ્રયશા કેવલી
૩૫
પ્રકરણ ૫૧ મું
ચંદ્રયશા કેવલી
નાના પ્રકારના પાર્થિવ પૈભવને અનુભવ કરતાં બન્ને રાજકુટુંબે આનંદ સમુદ્રમાં નિમગ્ન થઈ રહ્યા છે. સાનુકૂળ ઈષ્ટ સંગના સંબંધથી પૂર્વે અનુભવેલ અસહ્ય દુઃખ અત્યારે વિસારે પડી ગયું હતું. પૂર્વોપાર્જિત પ્રબળ પુણ્યને સૂર્યોદય પરાકાષ્ટાએ પહોંચ્યું હોય તેમ પૂર્ણ તપી રહ્યો હતે. આ અવસરે બાથશાંતિ માટે જેમ વર્ષાઋતુની જરૂર હોય છે તેમ તેથી પણ વિશેષ જરૂર આંતર શાંતિ માટે સદ્દગુરૂની હતી. તે પૂર્ણ કરવાના માટે જ પુણયથી પ્રેરાયેલા પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય શ્રીમાનું ચંદ્રયશા કવલી પૃથ્વી તટપર વિચરતા અનુક્રમે ત્યાં આવી સમવસર્યા.
કેવલી ભગવાનનું આગમન સાંભળી બંને રાજાઓ પિતાના કુટુંબ સહિત ગુરુવર્યને વંદન અને ધર્મ શ્રવણ કરવા માટે તેમની પાસે આવ્યા. ધર્માથી પ્રજા સમુદાય પણ ઈચ્છાનુસાર ધર્મ શ્રવણ નિમિતે આવી મળ્યો
ચંદ્રયશા કેવલી પ્રભુએ પણ જીવન પર અનુકંપાથી જન્મ મરણને દૂર કરનારા ધર્મ દેશના આપવી શરૂ કરી.
મહાનુભાવો ! આ દુનિયાના સર્વ જીવ જન્મ જરા મરણ, આધિ વ્યાધિ અને ઉકાધિ આદિ પ્રકાર