________________
મલયસંદરી ચરિત્ર પરિશ્રમથી ખેત પામી, વિશ્રાંતિ માટે આ શહેરમાં પ્રવેશ કરું છું. ”
“તમે પિતે કેણ છો? એકલા કેમ દેખાઓ છે ? આ શહેર ઋદ્ધિથી પૂર્ણ છતાં મનુયે થી શૂન્ય શા માટે ? આ નગરીનું નામ શું ? વિગેરે તમે મને જણાવશે ?” શહેરમાં પ્રવેશ કરનાર પુરુષે આ સર્વ પ્રશ્ન તેને પૂછયા ' વટેમાર્ગુનાં આવાં વિનય ભરેલાં વચનો સાંભળો
ઘણો ખુશી થઈ તે પુરુષ કહેવા લાગ્યો. - “હે ભદ્ર ! આ કુશવર્ધન નામનું શહેર છે. વીરપુરૂષોમાં અગ્રેસરી સૂરનામનો રાજા અહીં રાજ્ય કરતે હતા. તેને જયચ દ્ર અને વિજયચંદ્ર નામના અમે બે પુત્રો હતા. આયુષ્ય પૂર્ણ થતાં મારા પિતા આ ફાની દુનિયાને ત્યાગ કરી દેવભૂમિમાં જઈ વસ્યા છે ખરેખર નામ તેને નાશ છે. દેહધારી જીવનાં આયુષ્ય ગમે તેટલાં મેટાં હવ તથાપિ અવશ્ય તેનો અંત આવે છે ” | મારા પિતાના મૃત્યુબાદ મારે જયેષ્ઠબંધુ જચંદ્ર રાજ્યાન પર આવ્યે મારા વડીલ બંધુએ મને રાજ્યને ભાગ ન આપે, તેથી મારું અપમાન થયેલું સમજી આ રાજધાની મુકી હું બીજે સ્થળે ચાલ્યા ગયે રસ્તે આવતાં ચંદ્રાવતી નગરી આવી; તે નગરીના બહારના ઉધાનમાં એક વિદ્યાસિદ્ધ સિદ્ધપુરૂષને મેં જોયે. પણ તે સિદ્ધ પુરૂષ અતિસારના રોગથી એવી રીતે પીડાતે હતો કે તેનાથી જરા માત્ર ચલાતું કે બેલાતું નહોતું. તેની આવી અવસ્થા જઈ મને નિઃસ્વાર્થપણે દયા આવી.