________________
પ્રકરણ ૪ ધુ
યુવાન પુરૂષની શોધ
ઋદ્ધિથી પૂર્ણ છતાં મનુષ્યોથી શૂન્ય એક શહેરની આગળ ઉભે ઉભે યુવાન પુરૂષ વિચાર કરે છે કે હવે હું ક્યાં જાઉં? તે અજાણ પુરૂષની શેધ કેવી રીતે કરું ?
પિતે તે તેને ઓળખતા નથી, તેને ઓળખનાર સાથે આવેલ માણસ તે બીમાર થવાથી રસ્તામાંથી પાછા ફર્યો તેનું નામ ઠામ, કે આકૃતિ વિગેરે હું કાંઈ જાણતા નથી. ફરી ફરીને થાક. અનેક શહેર, ગામે, આશ્રમ વિગેરે શોધી વળે, પણ તેને તે પત્તો લાગતું જ નથી. અથવા તે આટલામાં જ હોય છતાં હું તેને કેવી રીતે ઓળખી શકું ?વિગેરે વિચારથી અને રસ્તાના પરિ શ્રમથી ખિન થયેલ તે પુરૂષ, આ શુન્ય શહેરમાં વિશ્રાંતિ માટે પ્રવેશ કરે છે. તેવામાં સુંદરાકૃતિવાળે એક પુરૂષ ત્યાં તેનામાં જોવામાં આવે.
તે પુરૂષને, આ શહેરમાં દાખલ થતા પુરૂષની કાંઈ અપેક્ષા જરૂરીયાત હોય તેમ તેના ચહેરા ઉપરથી જણાતું હતું. શહેરમાં દાખલ થતા પુરૂષને જોઈ તે પુરૂષ બોલી ઉઠા .
“હે વીર પુરૂષ! તું કેણ છે? અને કયાંથી આવ્યું છે?” તે સાંભળી શહેરમાં પ્રવેશ કરનાર પુરૂષે જણાવ્યું કે “ભાઈ! હું વટેમાર્ગુ છું, દેશાટન કરતાં રસ્તાના મ ૨